• શુક્રવાર, 29 માર્ચ, 2024

પાકિસ્તાન એશિયા કપની બહાર થશે?  

નવી દિલ્હી, તા.7: સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાંથી પાકિસ્તાન બહાર થઇ શકે છે. શ્રીલંકા, બાંગલાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પીસીબીના હાઇબ્રિડ મોડલ આયોજનનો ઇનકાર કરી દીધો છે. આથી પાકિસ્તાન પાસે એશિયા કપનું આયોજન બીજા કોઇ દેશમાં ખસેડવા સિવાયનો કોઇ વિકલ્પ બચ્યો નથી. 

અસલમાં પાક. પાસે એશિયા કપની મેજબાની છે પણ સુરક્ષા કરાણોસર ભારતે પાક. પ્રવાસ ખેડવાનો સાફ ઈનકાર કરી દીધો છે. આથી પાકિસ્તાને ભારતના મેચ બીજા દેશમાં ખસેડવાનો હાઇ બ્રિડ યોજના રજૂ કરી હતી. જેની બીજા એશિયન દેશોને ફગાવી દીધી છે. 

હવે પીસીબીના ચેરમેન નઝમ શેઠ્ઠીએ કહ્યં છે કે જો એશિયા કપ અન્ય દેશમાં આયોજિત થશે તો પાક. ટીમ તેનો હિસ્સો બનશે નહીં. અમે બહિષ્કાર કરશું. આથી સંભવ છે કે પાકિસ્તાનની ટીમ એશિયા કપની બહાર થઇ જશે.