મેલબોર્ન, તા. 24: સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની ભારતીય જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનના મિકસ્ડ ડબલ્સમાં સેમિ ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યોં છે.
ભારતીય જોડીને કવાર્ટર ફાઇનલ મુકાબલામાં સ્પેનના વેગા હર્નાડેજ અને લાતિવિયાની જેલેના એસ્ટાપેંકોની જોડીએ વોકઓવર આપી દીધો હતો. આથી સાનિયા-રોહનની જોડી સીધી જ સેમિમાં પહોંચી હતી.