• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

સુરક્ષામાં ચૂક : પેલેસ્ટાઇન સમર્થક મેદાનમાં ઘૂસી વિરાટને ભેટયો

અમદાવાદ, તા. 19 : ફાઇનલ મેચ દરમ્યાન અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂક જોવા મળી હતી અને ભારતની ઇનિંગ્સ દરમ્યાન એક યુવાન સલામતી વ્યવસ્થા તોડીને મેદાનમાં દોડી ગયો હતો અને વિરાટ કોહલીને ભેટી પડયો હતો. તેણે પેલેસ્ટાઇનને સમર્થન સાથેનું ટી-શર્ટ પહેર્યું હતું. સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઇ હતી. 

મુખ પર માસ્ક પહેરેલા આ શખ્સે ફ્રી પેલેસ્ટાઇન લખેલું ટી-શર્ટ પહેર્યું હતું. તેને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો. તેણે કહ્યું હતું કે, મારું નામ જોન છે. હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો છું. વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં ઘૂસ્યો હતો અને પેલેસ્ટાઇનનો સમર્થક છું.