• શનિવાર, 25 માર્ચ, 2023

ધોનીનો રોલ નિભાવી રહ્યો છું : હાર્દિક  

`આથી આક્રમક બૅટિંગ પર બ્રેક મારી છે, ધોનીની જેમ વિકસિત થવું છે'

અમદાવાદ, તા. 2: ભારતીય ટીમ ત્રીજા ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડને 168 રને હાર આપીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ જીત સાથે હાર્દિક પંડયાની ટીમે 2-1થી શ્રેણી પોતાના નામે કરી હતી. હાર્દિક પંડયા તેના ઓલરાઉન્ડ દેખાવને લીધે મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો જ્યારે આતશી સદી કરનાર શુભમન ગિલ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

મેચ બાદ કપ્તાન હાર્દિક પંડયાએ ખુદની તુલના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની સાથે કરી હતી. તે જણાવ્યું કે ઇમાનદારીથી કહું તો હું હંમેશા છક્કા મારવાનું પસંદ કરું છું પણ મારે વિકસિત જવું છે. આ જ જીવન છે. હું ટીમના ભરોસા પર ખરો ઉતરવા માગુ છું. હું બતાવું માગુ છું કે હું મેદાનમાં છું. આથી મારે કદાચ મારો સ્ટ્રાઇક રેટ ઘટાડવો પડી રહ્યો છે અને પરિસ્થિતિ હિસાબે રમવું પડશે. 

ધોનીની જગ્યા લેવાના સવાલ પર હાર્દિક કહ્યં કે મને એ ભૂમિકા ભજવવામાં કોઇ આપત્તિ નથી. જે ક્યારેક મારી નિભાવતો હતો, તે હવે હું નિભાવી રહ્યો છું. માહી વખતે હું યુવા ખેલાડી હતો. સતત આક્રમક શોટ રમી રહ્યો હતો. હવે તે જ્યારથી ચાલ્યો ગયો છે તો તે જવાબદારી કોઇએ તે ઉઠાવવી જ રહી. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. મારી પાસે આ ભૂમિકા આવી ગઇ, તો હું નિભાવું છું. આ મારા અને ટીમ માટે શાનદાર છે.

ટેસ્ટ ક્રિકેટમાં વાપસીના સવાલ પર હાર્દિકે કહ્યં કે હવે લાલ દડાના ક્રિકેટમાં પણ વાપસીનો સમય આવી ગયો છે. જો કે હાલમાં તો મારું સમગ્ર ધ્યાન સફેદ દડાના ક્રિકેટ પર છે. જો શરીર ઠીક રહેશે અને બધું ઠીક હશે તો ટેસ્ટમાં પણ જોરદાર વાપસી કરવાની યોજના છે.