• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

કેન્દ્રના સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે `જન્મભૂમિ'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.  

`જન્મભૂમિ'ના તંત્રી વિભાગના સિનિયર સભ્યો સાથે `ઇન્ડિયા પોસ્ટ'ની નવી યોજનાઓ તથા વિશિષ્ટતાઓ વિશે ચર્ચા કરી હતી. વેપારીઓના કાર્યસ્થળેથી ટપાલ ખાતા દ્વારા કન્સાઈનમેન્ટનું પિક-અપ અને દેશભરમાં ગમે ત્યાં ડિલિવરી માટેના પૉર્ટલ `ભારત ઈ-માર્ટ', ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત માત્ર 200 દિવસમાં દેશના 600 જિલ્લાને ફાઈવ-જીથી આવરી લેવાયા વિશે ચર્ચા કરવા સાથે તેમણે જણાવ્યું હતું કે 2024 સુધીમાં ભારતનાં તમામ ગામડાઓને ફોર-જી નેટવર્કથી આવરી લેવાની ભારત સરકારની યોજના છે

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ