જન્મદિવસે વડા પ્રધાન મોદીએ કર્યું કન્વેન્શન સેન્ટર `યશોભૂમિ'નું ઉદ્ઘાટન
મહિલા અનામતથી માંડીને કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જાની બહાલી સહિતની અટકળો : વિપક્ષની એકતાની પહેલી પરીક્ષા
સરકાર ગૅરન્ટી વિના આપશે ત્રણ લાખની લોન : મોદી વિશ્વકર્મા યોજનાની પણ જાણકારી આપી
નવી દિલ્હી, તા. 17: પીએમ મોદીએ પોતાના જન્મદિવસે યશોભૂમિની સોગાત આપી છે. દુનિયાના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરકમાંથી એક યશોભૂમિ 2020 એકરમાં ફેલાયેલું છે. જેના ઉદ્ઘાટન માટે મોદી દ્વારકા પહોંચ્યા હતા. દેશને યશોભૂમિની ભેટ આપ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે આજે વિશ્વકર્મા જયંતીનો ખાસ દિવસ પારંપરિક કારીગરો અને શિલ્પકારોને સમર્પિત છે. ઘણા વિશ્વકર્મા ભાઈ બહેનો સાથે વાત કરવાની હતી અને તેના કારણે કાર્યક્રમમાં મોડું થયું હતું. હાથના હુનર, ઓજાર અને હાથી કામ કરનારા લોકો માટે વિશ્વકર્મા યોજના આશાનું નવું કિરણ બનીને આવી છે. આ યોજના સાથે દેશને ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર યશોભૂમિ પણ મળ્યું છે. જે રીતે અહિંયા કામ થયું છે તેનાથી વિશ્વકર્મા ભાઈ બહેનોનું તપ અને તપસ્યા જોવા મળે છે. યશોભૂમિ દેશના દરેક શ્રમિકને સમર્પિત છે.
ભારતનાં સંસદીય ઈતિહાસમાં આવતીકાલનો શેર કરો -