• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

અપાત્ર ઠેરવવાની કાર્યવાહીની સમયમર્યાદા સપ્તાહમાં જાહેર કરો  

સર્વોચ્ચ અદાલતે સ્પીકર નાર્વેકરને આપ્યો સ્પષ્ટ નિર્દેશ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના સાથી વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની નિશ્ચિત સમયમર્યાદા એક સપ્તાહમાં જાહેર કરવાનો નિર્દેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં વિધાનસભ્યો વિરુદ્ધની અરજીઓના નિકાલની કાર્યવાહીનું સમયપત્રક બહાર પાડવાનો આદેશ આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચન્દ્રચૂડ તેમ ન્યાયાધીશો જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે ગત 11મી મેના દિવસે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે સ્પીકરને યોગ્ય અને પૂરતા સમયમાં વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટેની અરજી વિશે નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી હતી. સ્પીકરે સર્વોચ્ચ અદાલતની ગરિમાનું સન્માન કરવું જોઈએ અને 

તેના ચુકાદાને શિરોમાન્ય ગણવો જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ ચન્દ્રચૂડના વડપણ બેન્ચે સ્પીકર વતીય ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટેની અરજીના નિકાસ માટેનું સમયમાળખું નક્કી કરીને અમને તેની જાણ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલી સૂચનાની ગરિમા રાખવામાં આવે એવી અપેક્ષા અમે રાખીએ છીએ. બંધારણના દસમા પરિશિષ્ટ અનુસાર સ્પીકરનો હોદ્દો ટ્રિબ્યુનલ