• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

નેહરુ, ઈન્દિરા, રાજીવ, અટલજીએ સંસદને સમૃદ્ધ કરી  

મોદીએ યાદ કર્યા પુરોગામી વડા પ્રધાનો અને દેશના ઘડવૈયાઓને

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જૂની સંસદમાં અંતિમ ભાષણ કરતા પૂર્વ વડાપ્રધાનો પંડિત જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની પ્રશંસા કરી હતી. સંસદે કાશ્મીરમાંથી કલમ 370 હટતી જોઇ, જીએસટી, વન રેન્ક વન પેન્શન, ગરીબો માટે 10 ટકા અનામત પણ સંસદે આપ્યા, તેવું મોદીએ જણાવ્યું હતું.

વડાપ્રધાને 50 મિનિટના ભાષણમાં કહ્યું હતું કે, સંસદ છે, જ્યાં પંડિત નેહરુના સ્ટ્રોક ઓફ મિડનાઇટની ગુંજ સૌને પ્રેરિત કરે છે. ઇંદિરાજીના નેતૃત્વમાં બાંગલાદેશનો મુક્તિ સંગ્રામ પણ સંસદે જોયો. અનેક ઐતિહાસિક પ્રસંગોની સાક્ષી રહી છે.

ભારતના લોકતંત્રની તાકાત છે કે, રેલવેના પ્લેટફોર્મ પર ગુજારો કરનાર એક બાળક સંસદ સુધી પહોંચે છે, તેવું કહેતા મોદીએ ઉમેર્યું હતું કે, મેં પહેલીવાર એક સાંસદ તરીકે પ્રવેશ કરવાથી પહેલાં સંસદ ભવને માથું ટેકવી નમન કર્યા હતા.

સંસદમાંથી વિદાય લેવી ભાવુક પળ છે. પરિવાર જૂનું ઘર છોડે ત્યારે ઘણી યાદો સાથે લઇ જાય છે. સંસદ છોડતી વખતે  પણ મન એવી ભાવનાઓથી ભરેલું