આજે નવા સંસદ ભવનના શ્રીગણેશ, જૂનું ભવન પ્રેરણા આપતું રહેશે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજથી શરૂ થયેલું સંસદનું વિશેષ અધિવેશન ભલે નાનું છે, પરંતુ સમયની દૃષ્ટિએ બહુ મોટું હશે, આ સત્ર ઐતિહાસિક નિર્ણયોનું સત્ર હશે.
સંસદના વિશેષ અધિવેશન પહેલાં આપેલા નિવેદનમાં મોદીએ ચંદ્રયાનના ચંદ્ર પર ઊતરાણ અને જી20 શિખર સંમેલનને દેશની મોટી સફળતા ગણાવી. તેમણે કહ્યું કે જીએસએલવી એમકે થ્રી-એમ વનની અભૂતપૂર્વ સફળતા ભારતની વૈવિધ્યતાની ઉજવણી છે. જી20ની અભૂતપૂર્વ સફળતા અને સર્વસંમતિએ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપ્યો છે.
તેમણે કહ્યું કે આ સત્રની એક ખાસ વાત એ છે કે દેશની સ્વતંત્રતા બાદ 75 વર્ષની યાત્રા હવે નવા સંસદ ભવનમાં નવેસરથી શરૂ થઈ રહી છે. આખા દેશમાં ઉત્સાહનો માહોલ અને નવો આત્મવિશ્વાસ જોવા મળે છે. સત્રનો સમયગાળો ભલે નાનો હોય, પરંતુ સમયની દૃષ્ટિથી એ મહત્ત્વપૂર્ણ છે, ઐતિહાસિક નિર્ણયોનું આ સત્ર છે. નવી જગ્યાએથી નવી ઊર્જા, નવો વિશ્વાસ આવે છે. આપણું લક્ષ્ય 2047 સુધીમાં દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે.
વડા પ્રધાને સંસદસભ્યોને આ સત્રનો મહત્તમ લાભ