• બુધવાર, 24 એપ્રિલ, 2024

લોકસભા-વિધાનસભા મતદાર સંઘની જવાબદારી 48 વડાને સોંપાઈ  

ભાજપનું `મિશન લોકસભા' શરૂ 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં ભાજપે લોકસભાની 48 અને વિધાનસભાની 288 બેઠકો માટે `ચૂંટણી વડાઓ'ની ગુરુવારે જાહેરાત કરી હતી.

આ ચૂંટણી વડાઓ ચૂંટણીની તૈયારી અને પ્રબંધન માટે કામ કરશે, એમ રાજ્યના ભાજપ એકમના વડા ચંદ્રશેખર બાવનકુળેએ અત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના સાથેના જોડાણમાં અમે શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડશું. અમે લોકસભાની 45 કરતાં વધુ અને વિધાનસભાની 200 કરતાં વધુ બેઠકો જીતશું, એમ બાવનકુળેએ જણાવ્યું હતું. મોદી સરકારના છેલ્લાં નવ વર્ષની કામગીરીની લોકોને જાણકારી આપવા `મોદી@9' પહેલના ભાગરૂપે આગામી એક મહિનામાં વિધાનસભાના પ્રત્યેક મતદાર વિસ્તારમાં 60 હજાર લોકોનો સંપર્ક કરાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

શિવસેના જે બેઠકો પરથી ચૂંટણી લડશે તે બેઠકો પર શિવસેનાના ઉમેદવારની જીત માટે ભાજપના ચૂંટણી વડા કામ કરશે, એમ બાવનકુળેએ વધુમાં જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 જૂનના મધ્ય મહારાષ્ટ્રના નાંદેડ ખાતે રૅલીને સંબોધન કરશે અને રાજ્યમાં મોદીની રૅલી માટે પણ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક