• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

નિફ્ટીમાં તેજીથી આઈપીઓ માર્કેટ ગરમ  

મુંબઈ, તા. 17 : તાજેતરમાં નિફ્ટી 50માં જે તેજી જોવાઈ છે તેને કારણે પ્રાઈમરી માર્કેટમાં ઉત્સાહ છે. કંપનીઓ તેજીનો લાભ લઈને બજારમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. એક અંદાજ પ્રમાણે બે સપ્તાહમાં રૂા. સાત હજાર કરોડના જાહેર ભરણા આવવાની ધારણા છે.  

એનલિસ્ટ્સ જણાવે છે કે, ગતિવિધિ માટે બજારનો ઉછાળો, આઈપીઓની વધતી માગ અને ત્રિમાસિક પરિણામોની જાહેરાત પરના ચોક્કસ નિયમ સહિતના અનેક પરિબળો દ્વારા પ્રેરિત છે. સેકન્ડરી માર્કેટમાં મજબૂત વેગ કંપનીઓને તેમના જાહેર ભરણા લાવવાનો વિશ્વાસ આપી રહ્યો છે. 

જોકે, આઈપીઓમાં થઈ રહેલા ધસારાનું અન્ય એક કારણ કંપનીઓની ભરણા લાવવાની સમયમર્યાદા પૂરી થઈ રહી હોવાનું પણ છે. જે કંપનીઓ સમય મર્યાદા ચૂકી જશે તેમણે તેમના ડ્રાફ્ટ રેડ હારિંગ પ્રોસ્પેક્ટસને એપ્રિલ-જૂન ત્રિમાસિકના આંકડા સાથે અપડેટ કરવાની જરૂર પડશે. રેગ્યુલેટરી ગાઈડલાઈન્સ જણાવે છે કે જો ઓફર ડોક્યુમેન્ટમાં ત્રિમાસિક પરિમામો બે ત્રિમાસિકથી વધુ જૂના હોય તો આઈપીઓ આગળ વધી શકતો નથી.  

બૅન્કર્સનું કહેવું છે કે ઓડિટ કરાયેલ ત્રિમાસિક આંકડાઓને અપડેટ કરવામાં ઓછામાં ઓછા ચાર સપ્તાહનો સમય લાગી શકે છે, જે કંપનીઓ માટે બજારની વોલેટિલિટીમાં જોખમી