મુંબઈ, તા. 20 : ભારતીય કંપનીઓ ખાસ કરીને મધ્યમ અને નાના કદની કંપનીઓના પ્રમોટર્સ શૅરબજારની તેજીમાં પોતાનો હિસ્સો વેચીને રોકડી કરી રહ્યા છે.
જુલાઈથી અત્યાર સુધીમાં પ્રમોટર્સે અંદાજે રૂા. 15,000 કરોડના શૅરનું વેચાણ કર્યું છે. ડેટા દર્શાવે છે કે 124 કંપનીઓમાંથી પ્રમોટર્સે હિસ્સો વેચ્યો છે તેમાંથી 121 કંપનીઓ મધ્યમ અને નાના કદની હતી. આમાં માત્ર ત્રણ કંપનીઓ ડીએલએફ, ઇન્ફો એજ અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લાર્જ-કેપ હતી.
એપ્રિલ મહિનાથી મિડ અને સ્મોલકેપ શૅરો વધી રહ્યા છે. સેન્સેક્ષ 15 ટકા વધ્યો છે ત્યારે બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્ષ અનુક્રમે 35 ટકા અને 40 ટકા વધ્યા છે.
પ્રમોટર્સ જુલાઈ મહિના અગાઉથી જ તેમનો ઈક્વિટી હિસ્સો વેચી રહ્યા છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં તેમણે 148 કંપનીઓમાંથી રૂા. 13,100 કરોડનો હિસ્સો વેચ્યો હતો.
માર્કેટ એનલિસ્ટ અંબરીશ બલિગાએ જણાવ્યું કે, પ્રમોટર્સ તેમના કુલ હિસ્સાનો અંશ વેચી રહ્યા છે. જેનાથી રોકાણકારોમાં ખળભળાટ મચવાની શક્યતા નથી. બજારમાં બહુ મોટો ઘટાડો નહીં જોવાય ત્યાં સુધી આ વલણ જળવાઈ રહેવાની ધારણા છે. બલિગાએ કહ્યું કે, શરૂઆતમાં વેચાણ કરનારા પૈસા કમાયા છે. રિટેલ રોકાણકારો અને એચએનઆઈ વેલ્યુએશનના આધારે નહીં પણ ઘટાડા અને બજારની ગતિના આધારે ખરીદી કરે છે.
મોટા પ્રમાણમાં એસઆઈપીનાં નાણાં એકત્ર કરનારા મધ્યમ શેર કરો -