નવી દિલ્હી, તા. 20 : આઈસક્રીમ ઉપર ટાપિંગ્સ કરવા માટે વપરાતાં ક્રેકલ્સ પરનો ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ (જીએસટી) હવે 12 ટકાને બદલે 18 ટકા ચૂકવવો પડે તેવી સંભાવના છે. ઓથોરિટી ફોર એડવાન્સ રાલિંગ્સ (એએઆર)એ જણાવ્યું છે કે આઈસક્રીમ કંપનીઓને વેચવામાં આવતાં ક્રેકલ્સને સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી એટલે કે ખાંડને ઉકાળીને બનાવાતા મિષ્ઠાન તરીકે નહીં પરંતુ ઈન્ડસ્ટ્રિયલ ઈનપુટ તરીકે વર્ગીકૃત કરવી જોઈએ.
જોકે, એએઆર દ્વારા ક્રેકલ્સ ઉપર કેટલો જીએસટી દર લાગુ થશે તેની સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ નિષ્ણાતોના મતે આઈસક્રીમ કંપનીઓને વેચાતાં ક્રેકલ્સ પર અરજદારોની 12 ટકા જીએસટી દરની વિનંતી છતાં 18 ટકા દર લાગુ કરાશે તેવી સંભાવના છે. એએઆરનો નિર્ણય એનબીએસ ક્રેકલ તરીકે પ્રચલિત ઉત્પાદન સંબંધે છે. એનબીએસ ક્રેકલ મુખ્યત્વે ખાંડના હોવા છતાં તેમાં કાજુ, માખણ અને ગ્લુકોઝ જેવા ઘટકો પણ ઉમેરાયેલા હોય છે.
અરજદાર હિન્દુસ્તાન લીવર અને ડેરી ક્લાસિક આઈસક્રીમ્સ જેવા આઈસક્રીમ ઉત્પાદકોને આઈસક્રીમ્સ ઉપર ટાપિંગ તરીકે વાપરવા માટે એનબીએસ ક્રેકલ સપ્લાય કરે છે. અરજદારની દલીલ સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી તરીકે ટાપિંગને વર્ગીકૃત કરવા પર આધારિત હતી, જેના પર 12 ટકા જીએસટી દર લાગુ થાય છે. આ પ્રોડક્ટ અંતિમ વપરાશકાર દ્વારા સીધી ઉપયોગમાં લેવામાં આવતી નથી. એના બદલે તે આઈસક્રીમ ઉત્પાદકોને આવશ્યકત ઈન્ડસ્ટ્રિયલ