મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : ઇન્ડિયા રાટિંગ્સ એન્ડ રિસર્ચએ બુધવારે નાણાવર્ષ 2024 માટે વાસ્તવિક જીડીપીમાં વૃદ્ધિના અંદાજને અગાઉના અપેક્ષિત 5.9 ટકાથી વધારીને 6.2 ટકા કર્યો છે. સ્થાનિક રાટિંગ એજન્સીએ સરકારના મૂડી ખર્ચ, દેશની કંપનીઓ અને બૅન્કોની ડિલિવરેજ્ડ બેલેન્સશીટ, વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઘટાડો અને ખાનગી મૂડી ખર્ચમાં વધારો થવાની સંભાવના સહિતના વિવિધ પરિબળો ધ્યાન ઉપર લઈને આ ફેરફાર કર્યો છે.
ઈન્ડિયા રાટિંગ્સે સામાન્ય ચૂંટણીઓ પહેલા વર્તમાન નાણાકીય વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ આડે કેટલાક અવરોધો પણ જણાવ્યા છે, જેમાં વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો (જેની ભારતીય નિકાસને અસર થઈ છે), સ્થાનિક સ્તરે મૂડીની કિંમતમાં વધારો કરતી કડક નાણાકીય સ્થિતિ, ખાધવાળું ચોમાસું અને ઉત્પાદનમાં મંદ વૃદ્ધિ સામેલ છે.
આ તમામ જોખમો નાણાકીય વર્ષ 2024માં ભારતની જીડીપી વૃદ્ધિને 6.2 ટકા સુધી મર્યાદિત કરવાનું રાખશે અને ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ, જે જૂન ત્રિમાસિકમાં 7.8 ટકા હતી, તે નાણાવર્ષ 2024ના બાકીના ત્રણ ત્રિમાસિકમાં ક્રમિક રીતે ધીમી થવાની ધારણા હોવાનું મુખ્ય અર્થશાસ્ત્રી સુનીલકુમાર સિન્હાએ જણાવ્યું હતું.
નાણાવર્ષ 2023માં અર્થતંત્ર 7.2 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું. આરબીઆઈને આશા છે કે નાણાવર્ષ 2024 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.5 ટકા રહેશે. એજન્સીએ જણાવ્યું હતું કે વપરાશની માગ વ્યાપક આધારિત નથી અને નાણાકીય વર્ષ 24માં ખાનગી અંતિમ શેર કરો -