• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

તમામ ઇમિટેશન જરી પર જીએસટી પાંચ ટકા જ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 24 : સધર્ન ગુજરાત ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયાના નેજા હેઠળ ઉપપ્રમુખ વિજય મેવાવાલા, ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઈ અને સુરત જરી ઍન્ડ થ્રેડ ઍસાસિયેશનના સેક્રેટરી મહેન્દ્ર ઝડફીયા સહિતના પ્રતિનિધિ દિલ્હી ખાતે કેન્દ્રના નાણાં મંત્રાલયમાં ડિપાર્ટમેન્ટ અૉફ રેવન્યુના સંયુકત સચિવ લીમાતુલા યાદેન અને નાયબ સચિવ અમરિતા ટાઈટસ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં ઇમિટેશન જરી પરના દર લઈને મૂંઝવણ વિશે ચર્ચા કરી હતી. નાણાં મંત્રાલયના સચિવે ખુલાસો કર્યો હતો 50મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નક્કી થયા પ્રમાણે દરેક પ્રકારની ઇમિટેશન જરી પર જીએસટી પાંચ ટકા રહેશે.  

ચેમ્બર પાસે દરેક પ્રકારની ઇમિટેશન જરીના દરને લઈને મૂંઝવણ હોવાના સવાલો ઉદ્યોગકારો અને જરી સંગઠન પાસેથી આવ્યા હતા. જેને લઈ ચેમ્બરે દિલ્હી જઈ મુલાકાત કરવાનો નિર્ણય કર્યો હતો. ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ ઉપરોકત બંને સચિવો સમક્ષ સુરતના જરી ઉદ્યોગકારોની મૂંઝવણ વિષે ચર્ચા કરી હતી. તેમણે કયા પ્રકારની ઇમિટેશન જરી ઉપર 12 ટકા અને અન્ય કયા પ્રકારની જરી ઉપર ટકા જીએસટી દર લાગે છે તે અંગે ખુલાસો કરવા માટે સચિવોને રજૂઆત કરી હતી.   

સચિવોઅ હ્યું હતું કે, ગત જુલાઈ 2023માં જીએસટી કાઉન્સિલની મળેલી 50મી મિટિંગ બાદ નાણાં