અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે મરી-મસાલા ભારતને જોડે છે. અને તેની સમૃદ્ધ પરંપરાગત સંસ્કૃતિ અને વારસો દેશની આગવી વેપારી શક્તિની દ્યોતક છે. ગોયલે ભારતીય મસાલાની જૂની પરંપરા અને આકર્ષણ સમગ્ર વિશ્વમાં ફરી જગાવવા મસાલા ઉદ્યોગકારોને આહવાન કરતાં જણાવ્યું કે ભારત હવે વિશ્વના મસાલા ઉદ્યોગમાં બીજા સ્થાનેથી આગળ વધીને પહેલા સ્થાને હોવું જોઈએ. તેમણે ઉદ્યોગના હિતધારકોને હાલમાં મસાલાની 4 અબજ ડોલરની નિકાસને 2030 સુધીમાં વધારીને 10 અબજ ડૉલર કરવા સાથે મળીને પ્રયાસરત બનવા અનુરોધ કર્યો હતો.
તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ સ્પાઈસ કોંગ્રેસ 2023ને સંબોધતાં પીયૂષ ગોયલે મસાલા ઉદ્યોગને વિસ્તારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દરેક વ્યક્તિએ વર્તમાન બજારોના વિસ્તરણ સાથે મૂલ્યવર્ધન દ્વારા નવાં બજારો સર કરવા જોઈએ.
તેમણે સૂચન કર્યું હતું કે ભારતીય મસાલાના વપરાશને પ્રોત્સાહિત કરવા માટે વિશ્વભરમાં વસતા ભારતીય મૂળના 3.5 કરોડ લોકોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી શકાય.
ગોયલે મસાલા ઉદ્યોગને સમાવેશકતા તરફ લઈ જવા અને ખેડૂતોને ઉત્પાદન સામે પર્યાપ્ત વળતર સુનિશ્ચિત થાય તે જોવા અનુરોધ કરવાની સાથે ભારતીય મસાલાઓ માટે શેર કરો -