કૅનેડાના મસૂર, ઈંધણ અને ન્યૂઝપ્રિન્ટ માટે ભારત મહત્ત્વપૂર્ણ ગ્રાહક છે
ક્રિશ્ના શાહ તરફથી
મુંબઈ, તા. 24 : ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો વણસતાં બંને દેશોના આયાત - નિકાસકારો ભારે દ્વિધામાં છે. કેનેડાના સરકારી આંકડા મુજબ, ગયા વર્ષે કેનેડાએ ભારતને 11.6 અબજ કેનેડિયન ડોલરના માલસામાન અને સેવાઓની નિકાસ કરી હતી. જુલાઈ, 2023માં કેનેડાએ ભારતને મસૂર, મેટલર્જિક કોલસો અને ન્યુઝપ્રિન્ટની મોટા પાયે નિકાસ કરી હતી. બીજી તરફ, ભારતે કેનેડાને સૌથી વધુ નિકાસ સ્માર્ટફોન્સ અને રેલવે કાર્સની કરી હતી. કેનેડાના સૌથી મોટા નિકાસકારોની યાદીમાં ભારતનું સ્થાન 12મું છે.
ભારતના એન્જાનિયરીંગ અને તૈયાર વસ્ત્રોના ઉત્પાદકોને આ વિકાસ પામી રહેલા બજારમાં પોતાનો વેપાર પડી ભાંગવાનો ડર સતાવી રહ્યો છે. નવમી અૉક્ટોબરથી કેનેડાનાં વેપાર પ્રધાન મેરી એનજી ત્યાંના ઉદ્યોગકારો અને અધિકારીઓ સાથે પાંચ દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા હતા. કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચનાના ભાગરૂપે આ સૌપ્રથમ ટ્રેડ મિશન હતું અને તેનું ફોકસ ભારતની નવીનીકરણીય ઉર્જાની જરૂરિયાતો માટે મદદરૂપ થઈને કેનેડાની પર્યવારણ-મિત્ર ટેકનોલોજી કંપનીઓને પ્રોત્સાહન આપવાનું હતું. ઓટોમોટિવ, કૃષિ, મૂલ્યવર્ધિત ખાદ્ય ઉત્પાદનો, ડિજિટલ ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં વેપાર વધારવાનું પણ આયોજન હતું. જોકે, આ પ્રવાસ અનિયમિત મુદત માટે મુલતવી રખાયો છે.
ટ્રાડિંગ ઇકોનોમિક્સ, યુએન કોમટ્રે