• શનિવાર, 13 એપ્રિલ, 2024

આમિર ખાનની `સિતારે જમીં પર' ક્રિસમસમાં રિલીઝ થશે  

બૉલીવૂડના પરફેક્ટનિસ્ટ ગણાતા અભિનેતા નિર્માતા આમિર ખાનના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ `સિતારે ઝમીં પર'નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હોવાથી વર્ષના અંતમાં એટલે કે ક્રિસમસ દરમિયાન રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. આમિર ખાનની ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ચૅમ્પિયન્સની હિંદી રિમેક છે. આમિરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, સિતારે ઝમીં પર ફિલ્મનું નિર્માણ કરવાની સાથે હું અભિનય પણ કરી રહ્યો છું. મુખ્ય ભૂમિકા તો નહીં પણ નાના નાના રોલ્સ હું કરીશ. મને આશા છે કે દર્શકોને મારો નવો અંદાજ પસંદ આવે. મનોરંજનથી ભરપૂર ફિલ્મની કથા મને બહુ પસંદ આવી હતી અને ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો.

મળતી માહિતી અનુસાર પંજાબની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મમાં આમિર ખાન સમુદાય સેવા માટે સજા ભોગવી રહેલા બાસ્કેટબૉલ કોચની ભૂમિકા ભજવશે. સ્પેશિયલ અૉલિમ્પિક્સ ટીમને કોચિંગ આપવાના કામમાં વિવિધ પ્રકારે શીખવાની અક્ષમતા ધરાવતાં બાળકોનો સમાવેશ થાય છે. આર. એસ. પ્રસન્નાના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મ સ્પોર્ટ્સની સાથે કૉમેડી અને ડ્રામાથી ભરપૂર છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ