• ગુરુવાર, 13 નવેમ્બર, 2025
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કોટડા રોહાના નિખીલ ગાલા (ઉં. 35) 9મીએ અવસાન પામ્યા છે. તે મણીબાઈ લીલાધર ગાલાના પૌત્ર. ગીતા શાંતીલાલના પુત્ર. નિધિના ભાઈ. ગંગાબાઈ હેમરાજના દોહીત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.: ગીતા શાંતીલાલ ગાલા, રૂમ નં. 8, આનંદ નિવાસ, બાંદ્રેકર વાડી, જોગેશ્વરી (પૂ.).

 

ખારૂઆના દિપક કારાણી (શાહ) (ઉં. 63) 10મીએ અવસાન પામ્યા છે. તે સાકરબાઈ મુરજી શિવજીના પુત્ર. ભાવનાના પતિ. ધ્રુવ, હાર્દિક, હેમાંગના પિતા. ગુલાબ, રંજન, પુષ્પા, વિનોદના ભાઈ. પાર્વતીબેન ધનસુખલાલ પટેલના જમાઈ. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.: દિપક શાહ : એ-505, મુકુંદમ પાર્ક, પદ્માવતી નગર ગેટ નંબર 1ની સામે, 150 ફીટ રોડ, ભાયંદર (પ.).

 

વિઢના ખુશાલ ગોસર (ઉં. 71) 9મીએ અવસાન પામ્યા છે. તે કુંવરબાઈ તેજપારના પુત્ર. પુષ્પાના પતિ. હેમાંગના પિતા. હેમલતા, લક્ષ્મી, પ્રેમચંદ, રતિલાલ, લીલાવતી, દિલીપના ભાઈ.  વિમળાબેન વીરજીના જમાઈ. પ્રા.: શ્રી વ.સ્થા. જૈન સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. 4થી 5.30.

 

બેરાજાના નાગજી છેડા (ઉં. 79) 10મીએ અવસાન પામ્યા છે. તે લાછબાઈ રતનશી રામજી છેડાના પુત્ર. શોભાના પતિ. શિલ્પા, મનીષ, મીનલના પિતા. મણીબેન, ગાંગજી, ડુંગરશીના ભાઈ. કસ્તુર કાનજી કોરશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: મનિષ છેડા, 1408/એ, આરાધ્યા ઇસ્ટ વીન્ડ, ટાગોર નગર, વિક્રોલી (પૂ.).

 

માપરના રામજી ગડા (ઉં. 90) 7મીએ દેહ પરિવર્તન પામ્યા છે. તે રતનબાઈ શીવજી ખેતશીના પુત્ર. જવેરબેનના પતિ. મેઘબાઈ ભીમશીના જમાઈ. ધન (મીતા), અનીષના પિતા. હરશી, તેજસી, વસનજી, ગાંગજી, દેવચંદ, લીલબાઈ ભાણજી શીવજી, દેવકાબેન કાનજી ખેતશી, ગાંગબાઈ હીરજી નાગજી, વાલબાઈ માવજી વેરશીના ભાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: અનિષ શાહ, પ્લોટ નં. 131, એકતા વિહાર, રતન નગર રોડ, મદન મહલ, જબલપુર (મ.પ્ર.).

 

દેશલપુર (કંઠી)ના સુંદરબેન વીરા (ઉં. 92) 9મીએ અવસાન પામ્યાં છે. તે હિરબાઈ દેવજી પદમશીનાં પુત્રવધૂ. લાલજીભાઈનાં પત્ની. કાંતિ, દિપક, વિજય, જ્યોતિનાં માતા. નેણબાઈ ગાંગજી નરશી દેઢિયાનાં પુત્રી. રતનશી, દામજી, પ્રેમજી, કંકુ મગનલાલ, હીરબાઈ પ્રેમજી, પુષ્પા કાંતિલાલનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: લાલજી વીરા, શાંતિનિકેતન, ભાઉદાજી રોડ, માટુંગા, મુંબઈ-19.

 

લાકડીયાના અમરશી રીટા (ઉં. 72) 8મીને શનિવારે અવસાન પામ્યા છે. તે ચોથીબેન વેરશી રીટાના પુત્ર. ગં.સ્વ. કસ્તુરબેનના પતિ. અલ્પા, વિમલના પિતા. સ્વ. અવચર, સ્વ. બાબુ, સ્વ. મેપશીના ભાઈ. સ્વ. જવેરબેન લાલજી અવચર ગાલાના જમાઈ. પ્રાર્થના : ગુરુવાર, 13મીએ સવારે 10.30થી 12. ઠે.: શ્રી વ. સ્થા. જૈન.શ્રા.સં.સં. કરશન લધુ નિસર હોલ, દાદર (પ.), મુંબઈ.

 

હરસોલ સત્તાવીસ વીસા શ્રીમાળી

જુન્નરના પ્રભાવતીબેન રતિલાલ શાહ (ઉં. 89). તે યોગેશભાઈનાં માતા. ચંપાબેન વાડીલાલ શાહનાં દીકરી. પ્રીતિબેનનાં સાસુ. દર્શિત, રોનક, સેજલ, શિખા, જીયાન, જિયાંશ, વિહાનાનાં દાદી 11મીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. શ્રી શત્રુંજય ભાવયાત્રા 12મીને બુધવારે સવારે 10થી 12. ઠે.: રાજસ્થાન હોલ, 60 ફુટ રોડ, ભાયંદર (પ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન  

વઢવાણના શાહ ભગવાનદાસ માણેકલાલનાં પત્ની રસીલાબેન (ઉં. 86). તે નિતિન, મીના, હિનાનાં માતા. લીના, સ્વ. પંકજકુમાર, રાજેશકુમારનાં સાસુ. સ્વ. યતિનભાઈ, સ્વ. કિશોરભાઈ, નવિનભાઈ, મહેન્દ્રભાઈનાં ભાભી. દેસાઈ શાંતિલાલ ગિરધરલાલનાં દીકરી 9મીને રવિવારે અવસાન પામ્યાં છે.  લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભાવનગરના દેવેન્દ્ર શાંતિલાલ જીવરાજ શાહનાં પત્ની ભાવનાબેન (ઉં. 69) 10મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે દિશા પરાગ, મૈત્રી મીહીરનાં સાસુ. ધીઆન, નવજાત શીશુનાં દાદી. કાંતિલાલ વનમાળીદાસ પારેખનાં પુત્રી. ચંદ્રીકા, પ્રબોધ, સ્વમેના રસીકલાલ, સ્વ. ભારતી બિપીનચંદ્ર, પ્રવીણા ચંદ્રકાંત, ચેતના કીરણનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે. ઠે.: 702, હોરાઈઝન શ્લોકા, ડૉ. આંબેડકર રોડ, મુલુંડ (પ.).

 

બત્રીસી જૈન સમાજ 

અમદાવાદના આશાબેન શાહ (ઉં. 80). તે પનુંભાઈ સારાભાઈ શાહનાં પત્ની. અપૂર્વ, જૈનીનાં માતા 10મીએ અરિહંતશરણ પામ્યાં છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

ત્રાપજના સ્વ. મનસુખલાલ ભગવાનદાસ વોરાના પુત્ર રમેશચંદ્રનાં પત્ની ભાનુમતી (ઉં. 76) સોમવાર, 10મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે રાજુ, ઉદય, નેહલનાં માતા. દિપલ, હિરલ અને ભાવિકકુમારનાં સાસુ. પિયર પક્ષે સ્વ. નેમચંદ પ્રેમચંદ શાહના દીકરી. લૌ.વ્ય. રાખેલ નથી. ઠે. :- અ-35, ફ્લેટ નં 303, એ વિગ, યોગી કુંજ, બોરીવલી (પ.). 

 

દશા શ્રીમાળી જૈન

જામનગરના ચંદનબેન જગજીવન ઝવેરીનાં પુત્રી લીના (ઉં. 85) સોમવાર, 10મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સુમન મનસુખલાલ કામદારનાં પત્ની. દિલીપ, મૃદુલાબેન મનુભાઈ ઝવેરીનાં ભાભી. સનત, પંકજનાં માતા. સુષ્મા દલાલ, કિન્નરી રમણ દિક્કા, વિરેન પારેખ, પૌલોમી દેસાઈનાં મામી. લૌ. વ્ય. બંધ છે.

 

સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન 

સાવરકુંડલાના સ્વ. બાબુલાલ મણિલાલ ગોડાનાં પત્ની હીરાબેન (ઉં. 98). તે કમલેશ, દિલીપ, નયના જીતેન્દ્ર સરવૈયા, જયશ્રી કીરીટ તુરખીયા, હિના ઉરેશ ગોસાલિયાં, ગીતા મહેન્દ્ર શેઠનાં માતા. સ્મિતા, રૂપાનાં સાસુ. રીમા અંકિત, કિન્નરી સાગર, હેમાલી, રીમાનાં દાદી. પિયર પક્ષે સ્વ ઝવેરચંદ ભીમજી પંચમીયાના દીકરી 10મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 13મીને ગુરુવારે સવારે 10થી 12.ઠે.: પાવન ધામ, મહાવીર નગર, કાંદિવલી (પ.). 

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

નાની વમોટીના કિશોરભાઈ પુષ્પાબેન પુરષોત્તમ (ઠક્કર) ધીરાવાણી (ઉં. 68) 10મીને સોમવારે અવસાન પામ્યા છે. તે શારદાબેનના પતિ. અમી, રાજ (રોકી)ના પિતા. પ્રિયંકાના સસરા. સ્વ. ઝવેરબેન દેવજીભાઈ મજેઠીયાના જમાઈ. અરુણાબેન ચંદ્રકાંતભાઈ ઠક્કર, દિલીપભાઈ, અશોકભાઈ, રાજુભાઈ, પ્રદીપભાઈના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ બ્રહ્મક્ષત્રિય

કાંદિવલીના ચંદાબેન જયંતભાઈ મામતોરા (ઉં. 75) 8મીને શનિવારે અવસાન પામ્યાં છે. તે હિતેન, દિપેન, શીતલનાં માતા. નિમિષા, દિપ્તી, અનિરુદ્ધ અવસ્થીનાં સાસુ. કરન, રિતિકા, હેમન, ઈરાનાં દાદી. ગિતાંશીનાં નાનીમા. સ્વ. રમાબેન છોટાલાલ ઘુમરાનાં દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, 13મીએ સાંજે 4થી 6. ઠે.: પાવન ધામ, એમસીએ ક્લબ પાસે, કાંદિવલી (પ.).

 

મોઢ વણિક

સોનગઢના કનૈયાલાલ શાંતિલાલ મહેતા (ઉં. 92) 10મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કેતનભાઈ, નિમેષભાઈના પિતા. વર્ષા, શ્રદ્ધાના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, 13મીએ સાંજે 4થી 6. ઠે.: સર્વોદય હોલ, જૈન ઉપાશ્રયની બાજુમાં, એલ. ટી. રોડ, બોરીવલી (પ.).

 

દશા લાડ વણિક

કામરેજના બિપીનભાઈ નવનીતલાલ દેસાઈ (ઉં. 82) 10મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે લીલાબેનના પતિ. સ્વાતિ જીગર શાહ, બીજલ નવઝાર નગવાસવાલાના પિતા. પ્રદિપભાઈ દેસાઈ, સ્વ. નયનાબેન દિવેચા, રાજુભાઈ દેસાઈ, ગીતાબેન દેસાઈના ભાઈ. નટવરલાલ નાગદાસના જમાઈ. આશકા, ઈરા, અરહાનના નાના. પ્રાર્થનાસભા 13મીને ગુરુવારે પાંચથી સાત. ઠે.: લાડની વાડી, સી. પી. ટેન્ક, મુંબઈ-4. લૌ. વ્ય. બંધ છે.

 

શ્રીમાળી સોની 

રાધનપુરના સ્વ. શાંતાબેન તથા સ્વ.રતિલાલ મણિલાલ સોનીના પુત્ર વલ્લભદાસ (ઉં. 72) 9મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે વીણાબેનના પતિ. જતીન, ધવલના પિતા. કરિશ્માના સસરા. સાસરા પક્ષે સ્વ. સુભદ્રાબેન તથા સ્વ. ચંપકલાલ અમરતલાલ સોનીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 13મીને ગુરુવારે 4થી 6. ઠે.: વાંઝાવાડી ધનામલ સ્કૂલની સામે, મથુરાદાસ ઍક્સ્ટેશન રોડ, કાંદિવલી (પ.). 

 

પરજીયા સોની

ભેરાઈના ભૂપેન્દ્ર કાનજીભાઈ ડોસલભાઈ સલ્લાનાં પત્ની અ.સૌ. અરુણાબેન (ઉં. 73) 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. અનંતરાય શ્યામજીભાઈ સાગરનાં દીકરી. નેહલબેન, મેહુલભાઈ, ભાવનાબેન, ભક્તિબેનનાં માતા. જ્હાન્વી, પલનાં નાની. પ્રકાશભાઈ, સ્વ. હિતેષભાઈ, ઈલાબેન રજનીકાંત સુરુ, હસુબેન ચંદુલાલ સુરુનાં મોટા બેન. પ્રાર્થનાસભા 13મીને ગુરુવારે સાંજે 4.30થી 6. ઠે.: પરજીયા પટ્ટણી સોની વાડી, સિમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી (પ.).

 

દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ

મોરચંદના સ્વ. શૈલેશભાઈ દામોદરદાસ મેહતાનાં પત્ની રશ્મીબેન (ઉં. 57). તે પિયર પક્ષે રમીલાબેન રમણીકલાલ દેવજીભાઈ મચ્છરનાં પુત્રી. જીનેશનાં માતા. પલકનાં સાસુ. જ્યોતી, પ્રદીપ મહેતા, હર્ષા અશ્વિન પટેલનાં ભાભી શનિવાર, 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

સ્વ. હરિરામ રામજી દૈયાનાં પત્ની પુષ્પાબેન (ઉં. 93) 10મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. હરિરામ સુંદરજી બડીયાનાં પુત્રી. પ્રતિમા, પુર્ણિમા, મહાલક્ષ્મી, સ્વ. નરેશનાં માતા. અરવિંદભાઈ, હેમંતભાઈનાં સાસુ. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

જાફરાબાદવાળા સ્વ. રમાબેન છોટાલાલ સંઘવીના પુત્ર રાગેશ છોટાલાલ સંઘવી (ઉં. 71) 7મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે હીનાબેનના પતિ. સ્વ. જયશ્રીબેન કીર્તીકુમાર કાણકિયા, પ્રકાશભાઈ સંઘવીના ભાઈ. ડિમ્પલ અમોલ નિકમ, સ્વ. રચના રાગેશ સંઘવીના પિતા. સ્વ. હસમુખબેન નગીનદાસ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા 13મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: સોનલ બેક્વાટે પ્લોટ નં. 11/12, દુર્ગા નિવાસ સોસાયટી, બંધરપખાડી રોડ, નવો લિંક રોડ, દહાણુકર વાડી, મેટ્રો સ્ટેશન નજીક, કાંદિવલી (પ.).  

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો