• શનિવાર, 13 એપ્રિલ, 2024

હું ક્રીન ઈમેજમાંથી ન્યાયી વ્યક્તિની ભૂમિકા નહીં ભજવી શકું : ઈમરાન હાશ્મી  

બૉલીવૂડમાં ચાલી રહેલા નેપોટિઝમના મુદ્દા પર કરણ જોહરના બેનર હેઠળ બનેલી ઈમરાન હાશ્મી સ્ટારર `શો ટાઈમ' વેબ સિરીઝ આઠમી માર્ચે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. સિરીઝમાં ઈમરાન હાશ્મી સાથે મૌની રૉય, મહિમા મકવાણા, રાજીવ ખંડેલવાલ, શ્રીયા સરન, વિશાલ વશિષ્ઠ, નીરજ માધવ, વિજય રાજ અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં ઝળક્યો છે ત્યારે મામલે તે જણાવે છે કે, મને નથી લાગતું કે હું મારી ક્રીન ઈમેજથી વિપરીત એકદમ ક્લિન કેરેક્ટર પ્લે કરી શકું, પહેલી ફિલ્મથી મારી આવી ભૂમિકાઓ હોવાથી જો મને ન્યાયી વ્યક્તિનું પાત્ર મળે તો પણ દર્શકો તેને સ્વીકારી શકશે નહીં. શોટાઈમમાં મારા પાત્રના ઘણા ગ્રે શેડ્સ જોવા મળશે. પાત્ર સારું છે પણ પ્રામાણિક નથી. બૉલીવૂડ ઈન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતાનો પર્દાફાશ કરતી સિરીઝ લોકોને ગમે એવી આશા રાખું છું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ