• શનિવાર, 13 એપ્રિલ, 2024

`દૃશ્યમ'ની હૉલીવૂડ રિમેક બનશે  

બૉલીવૂડની સુપરહિટ ફિલ્મ `દૃશ્યમ' અજય દેવગણ માટે લકી ચાર્મથી ઓછી નથી. વર્ષ 2024 અજય દેવગણ માટે લકી સાબિત થઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. અભિનેતાની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી `દૃશ્યમ' વધુ એક સફળતા હાંસલ બની છે. ભારત અને ચીનમાં દબદબો બનાવ્યા બાદ ફિલ્મની હૉલીવૂડ રિમેક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પનોરમા સ્ટુડિયોઝે હૉલીવૂડમાં ફિલ્મ બનાવવા માટે ગલ્ફસ્ટ્રીમ પિક્ચર્સ અને જોટ ફિલ્મ્સ સાથે ડીલ કરી છે. ગલ્ફસ્ટ્રીમ પિક્ચર્સ પ્રોડક્શન હેઠળ બ્લેન્ડેડ જેવી સુપરહિટ રોમાન્ટિક કૉમેડી ફિલ્મો બનાવી છે. `દૃશ્યમ'ના ઓરિજિનલ પ્રોડયુસર પાસેથી બંને ભાગના ઈન્ટરનેશનલ રાઈટ્સ ખરીદી લીધા હોવાથી ફિલ્મ અમેરિકા અને કોરિયા સિવાય અન્ય ભાષાઓમાં પણ બનાવવામાં આવશે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે ફિલ્મના સ્પૅનિશ વર્ઝન માટે પણ ટૂંક સમયમાં ડીલ કરવામાં આવશે. દૃશ્યમ ફિલ્મમાં ડ્રામાની સાથે સાથે ઈમોશન્સ, ફાઈટ અને સસ્પેન્સ હોવાથી દર્શકોને બેહદ પસંદ આવી રહી છે. મલયાલમ ફિલ્મની રિમેકમાંથી બનાવવામાં આવેલી `દૃશ્યમ' હિંદી ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિલ, સિંહલી અને ચીની સહિત અન્ય ભાષાઓમાં સફળ પ્રદર્શન કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ