• શનિવાર, 13 એપ્રિલ, 2024

જાન્હવી બની સ્ટેન્ડ-અપ કૉમેડિયન

બૉલીવૂડમાં એક પછી એક ફિલ્મોમાં કામ કરી રહેલી અભિનેત્રી જાન્હવી કપૂરના હાથમાં હિંદી ફિલ્મોની સાથે સાથે સાઉથની ફિલ્મો પણ છે ત્યારે અભિનય ઉપરાંત તેણે કૉમેડી ક્ષેત્રે ઝંપલાવ્યું છે. તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા ટ્રેલર `લીપ લાફ અને લર્ન'માં જાન્હવી પોતાની ઓળખ કૉમેડિયન તરીકે આપે છે. ટ્રેલરમાં જાન્હવી ઉત્સાહી, આતુર અને અનર્જેટિક દેખાઈ હતી. સ્ટેન્ડ-અપ કૉમેડિયન તરીકે ડેબ્યુ કરી ચૂકેલી જાન્હવીએ અંગે જણાવ્યું હતું કે, મને કંઈક નવું કરવાની ઈચ્છા હતી. ફિલ્મોમાં મેં વધુ કૉમિક પાત્રો ભજવ્યાં નથી, પરંતુ કૉમેડી કરવાની તમન્ના હતી અને `લીપ લાફ અને લર્ન' કાર્યક્રમે મારી ઈચ્છાને પૂરી કરી. શરૂઆતમાં મને થોડું મુશ્કેલ પડયું, પણ જેમ દર્શકો મારી વાતો અને જોક્સ પર હસતા હતા જોઈને મને બમણો જોશ મળ્યો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ