• શનિવાર, 13 એપ્રિલ, 2024

દીપિકા-રણવીરે આપ્યા ગૂડ ન્યૂઝ  

બૉલીવૂડનાં પાવર કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે. દીપિકાએ 29મી ફેબ્રુઆરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે એક ફીચર ઈમેજ શૅર કરી હતી, જેમાં સપ્ટેમ્બર 2024 લખ્યું હતું. એટલે કે સાત મહિના બાદ દીપિકા અને રણવીર બાળકનાં માતા-પિતા બનશે. હાલમાં દીપિકાનું સેકેન્ડ ટ્રાઈમિસ્ટરનો સમય ચાલી રહ્યો હોવાથી સપ્ટેમ્બરમાં ડિલિવરી થશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દીપિકાની બાળકો સાથેની તસવીર ફરતી હતી ત્યારે ચાહકોએ તેની પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાવી હતી. તાજેતરમાં યોજાયેલા બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવૉર્ડ્સ (બાફ્ટા)માં રેડ કાર્પેટ પર સાડી પહેરીને આવેલી દીપિકા બૅબી બમ્પ છુપાવી રહી હોવાની ચર્ચાએ જોર પડક્યું હતું. પહેલાં પણ દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં બૅબી પ્લાનિંગ સંબંધિત કેટલીક વાતો શૅર કરતાં જણાવ્યું હતું કે, રણવીર અને મને બાળકો બહુ પસંદ છે. અમે અમારો પરિવાર બનાવવા માટે તૈયાર છીએ.

લગ્નનાં વર્ષ બાદ દીપિકા માતા બનવા જઈ રહી છે. વર્ષ 2013માં દીપિકાની મુલાકાત રણવીર સિંહ સાથે `રામલીલા'ના સેટ પર થઈ હતી. વર્ષ 2018માં નવેમ્બર મહિનામાં તેઓ લગ્ન બંધનમાં બંધાયાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ