• શનિવાર, 13 એપ્રિલ, 2024

`ભાગ મિલ્ખા ભાગ'નું સ્પેશિયલ ક્રીનિંગ; મૂક-બધિરો માટે ખાસ વ્યવસ્થા

ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગને તાજેતરમાં દસ વર્ષ પૂરાં થયાં છે. આ  પ્રસંગે મહેરા ફિલ્મનું ખાસ ક્રીનિંગ કરવાના છે. 26મી જુલાઈએ મુંબઈમાં આ ક્રીનિંગનું આયોજન કરાયું છે અને તેમાં મિલ્ખા સિંહનો પરિવાર હાજર રહેશે. આ ઉપરાંત ફિલ્મ છઠ્ઠી અૉગસ્ટે દેશભરનાં 30 શહેરોમાં ફરી પ્રદર્શિત થશે અને તેના એક ખૂણામાં મૂક-બધિરો માટે સાંકેતિક ભાષાનું બૉક્સ હશે જેથી તેઓ પણ ફિલ્મનો આનંદ માણી શકશે. નોંધનીય છે કે ભારતના દોડવીર મિલ્ખા સિંહના જીવન પર ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ આધારિત છે. મિલ્ખા સિંહ આ દેશનું ગૌરવ છે અને ફિલ્મનું સ્પેશિયલ ક્રીનિંગ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 

2013માં રજૂ થયેલી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર, સોનમ કપૂર, દિવ્યા દત્તા, પવન મલ્હોત્રા અને યોગરાજ સિંહ જેવા કલાકારો હતાં. ફિલ્મને બે નેશનલ એવૉર્ડ અને છ ફિલ્મફેર એવૉર્ડ મળ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ