• શનિવાર, 25 માર્ચ, 2023

જન્મદિને કેક સામે બેસીને આલિયા ભટ્ટે `વિશ' માગી 

બૉલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે 30મો જન્મદિન  ઊજવ્યો. આ જન્મદિન તેના માટે ખાસ હતો કેમ કે જીવનના આ ખાસ દિવસે તેની સાથે પતિ રણબીર ઉપરાંત દીકરી રાહા પણ હતાં. ચાહકએ સોશિયલ મીડિયા પર આલિયાને જન્મદિનની શુભેચ્છા આપી હતી. સામે પત્રે આલિયાએ રિટર્ન ગિફટમાં પોતાની એક સ્પેશિયલ તસવીર શૅર કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરમાં તે 30નો આંકડો ધરાવતી કેકની સામે બેસીને હાથ જોડીને વિશ માગી રહી છે. તેનો આ લૂક એકદમ કયુટ છે. તેણે લાલ રંગનો ફલોરલ ડ્રેસ પહેર્યો છે, વાળ ખુલ્લા રાખ્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે. તેની આ તસવીર પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.  

છેલ્લે આલિયા રણબીર સાથે ફિલ્મ બ્રહ્માત્રમાં જોવા મળી હતી. હવે તે રણવીર સિંહ સાથે રૉકી ઓર રાની કી પ્રેમકહાનીમાં દેખાશે.