• શનિવાર, 25 માર્ચ, 2023

ઝી સિને એવૉર્ડ્સમાં અનિલ કપૂરને બેસ્ટ સપોર્ટિંગ ઍકટરનો પુરસ્કાર

બૉલીવૂડ કલાકારોમાં ઝી સિને એવૉર્ડ્સ અનોખું સ્થાન ધરાવે છે. તાજેતરમાં યોજાયેલા આ એવૉર્ડ સમારંભનું પ્રસારણ 18મી માર્ચ, શનિવારે સાંજે 7.30 વાગ્યે ઝી સિનેમા, ઝી ટીવી અને ઝી ફાઈવ પર થશે. આ એવૉર્ડ સમારંભમાં રશ્મિકા મંદાના ડાન્સ પરફોર્મ કરતી જોવા મળશે. જયારે સદાબહાર સુપરસ્ટાર અનિલ કપૂરને જુગ જુગ જિયો માટે બેસ્ટ સપોર્ટિંગ એકટરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર લેતી વખતે અનિલે કહ્યું હતું કે, જયારે અમે પાત્ર ભજવવા પ્રયત્ન કરીએ છીએ અને તે માટે વખાણ થાય તો સારું લાગે છે. મને પુરસ્કાર મળ્યો તે બદ્લ સૌનો આભારી છું. જોકે, ગયા વર્ષમાં મને સૌથી ઉત્તમ એવૉર્ડ મારા દોહિત્રના સ્વરૂપમાં મળ્યો છે. હું નાના બન્યો તેના અભિનંદન મને બધાએ આપવા જોઈએ. આ માટે હું ઈશ્વરનો આભારી છું.