• શનિવાર, 25 માર્ચ, 2023

દીકરી ટ્રોલ થતાં અજય દેવગણ હતાશ થાય છે  

સોશિયલ મીડિયા પર કયારે કઈ સેલિબ્રિટી કે સ્ટાર કિડ્સ ટ્રોલ થાય તે કહેવું મુશ્કેલ હોય છે. જો કે, સ્ટાર કિડ્સમાં હાલમાં અજય દેવગણ અને કાજોલની પુત્રી નિસા અવારનવાર ટ્રોલ થતી જોવા મળે છે. કયારેક તેનાં કપડાં તો કયારેક મેકઅપ અને એટિટયુડને લીધે તે ટ્રોલ થઈ છે. મિત્રોની સાથે પાર્ટી કરતી નિસાની તસવીરોની તો ટ્રોલ કરવા માટે જાણે રાહ જોવાતી હોય એવું લાગે. જોકે, અજયે જણાવ્યું હતું કે, નિસાની સાથે અૉનલાઈન આ પ્રકારનો થતો વ્યવહાર જોઈને હતાશા થાય છે. બાળકોને સતત સમજાવવા પડે છે કે આ પ્રકારના ટ્રોલિંગને ગંભીરતાથી લેવા નહીં કેમ કે આવું કરનારા તમારા ચાહકો હોતા નથી. હું તેને અવગણતા શીખ્યો છું અને મેં મારા બાળકોને પણ આમ  કરવાનું સમજાવ્યું છે. ઘણીવાર તો લોકો શું લખે છે તે જ સમજાતું નથી અને હું તેને મારા પર છવાઈ જવા દેતો નથી. કેટલીકવાર તો એવી વાતો લખવામાં આવે છે જે સાચી હોતી નથી. જો તેના પર પ્રતિક્રિયા આપવામાં આવે તો વધારીને લખવામાં આવે છે. 

અજયે સ્પષ્ટતા કરી હતી કે તેનાં સંતાનોને કલાકાર બનવું નથી. તેણે ઉમેર્યું હતું કે, નિસાને ફિલ્મોમાં રસ નથી અને દીકરા યુગે હજુ હવે હિન્દી ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે.