અભિનેત્રી પરિણિતી ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લગ્ન અગાઉ દિલ્હીમાં મિત્રો અને પરિવારજનો માટે સૂફી નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાઈટનો વીડિયો વાલ થયો છે, જેમાં સૌ ભાંગડા કરતાં જોવા મળે છે. પરિણિતી વીડિયોમાં તેરા બોલ દા ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે અને રાઘવ તેની બાજુમાં છે. રાગવે ડાર્ક બ્લુ સૂટ અને પરિણિતીએ સિલ્વર ડ્રેસ પહેર્યો છે. આ કાર્યક્રમમાં પ્રિયંકા ચોપરાની માતા ડૉ. મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ પણ હતા. પ્રિયંકા હજુ ભારત પહોંચી નથી પણ એકાદ દિવસમાં આવે એવી શકયતા છે. ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ સૂફી નાઈટમાં હાજર હતો. આગામી 23 અને 24મી સપ્ટેમ્બરે પરિણિતી અને રાઘવ ઉદયપુરમાં લગ્ન કરશે.