• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

હિસ્ટરી ટીવી પર `ઓએમજી !  યે મેરા ઈન્ડિયા'ની નવમી સિઝન

ભારતની સૌથી લાંબી ચાલનારી ફેકચ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સિરીઝ `ઓએમજી ! યે મેરા ઇન્ડિયા'ની નવમી સિઝન 26મી જાન્યુઆરી રાતના આઠ વાગ્યે હિસ્ટરી ટીવી 18 પર શરૂ થશે. ભારતના 74મા ગણતંત્ર દિને શરૂ થનારી આ સિરીઝમાં દેશની અજાયબીઓ અને ખાસિયતોને દર્શાવે છે. ટીવી સ્ટાર કૃષ્ણા અભિષેક આ સિરીઝનું સંચાલન કરે છે અને તેમાં ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ તથા સભ્યતા પર પ્રકાશ પાડવામાં આવે છે. ભારતના તેજસ્વી વિદ્વાનો અને તેમની બુદ્ધિશક્તિ તથા કુશળતાનો જોઈને ચકિત થઈ જવાય છે. જેમ કે જયપુરનો કારીગર સોના અને ચાંદી પર કોતરણી કરીને લધુકૃતિઓ તૈયાર કરે છે. આ કલા માટે તેઓ 53 વર્લ્ડ રેકોર્ડ  ધરાવે છે. મુંબઈના આર્ટિસ્ટે નકામા કી બોર્ડ બટન, પેપર કપ, માટીના દીવડાં, પુસ્તકો, કાગળ જેવી વસ્તુઓમાંથી વિશાળ મૉઝેક આર્ટવર્ક તૈયાર કરીને 15 વિક્રમ સર્જયા છે. તેણે 75 હજાર સીડીમાંથી છત્રપતિ શિવાજી મહારાજ અને 43 હજાર કેસેટમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પોટ્રેટ તૈયાર કર્યું છે. આ અને આવા પ્રકારની અનેક કૃતિઓ અને અજાયબીઓની વાત આ શૉમાં કરવામાં આવે છે. 

કૃષ્ણાએ જણાવ્યું હતું કે, ઓએમજીનું સંચાલન કરવું એ મારા માટે ઘર પરત ફરવા સમાન છે. આ સિઝન મારા માટે ખાસ છે કેમ કે મને દેશના વિવિધ ભાગમાં પ્રવાસ કરવાની અને તમામ કારીગરોને મળવાનો મોકો મળ્યો હતો. ભારતીય હસ્ત કલાકારીગીરીની કમાલ જોઈને હું દંગ રહી ગયો હતો. આ શૉ મારા માટે પણ પ્રેરણારૂપ રહ્યો છે.