• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

શાહિદ કપૂર - ક્રીતિ સેનનની ફિલ્મમાં ધર્મેન્દ્રની ઍન્ટ્રી  

દિનેશ વિજનની આગામી ફિલ્મ પ્રેમકથા પર આધારિત છે અને તેમાં શાહિદ કપૂરને લેવામાં આવ્યો છે. અમિત જોશી દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહિદની સામે મુખ્ય ભૂમિકમાં ક્રીતિ સેનનને લેવામાં આવી છે. ફિલ્મમાં શાહિદ વિજ્ઞાની અને ક્રીતિ રૉબોટની ભૂમિકામાં છે. ગયા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને તે મુંબઈ, દિલ્હી તથા યુરોપમાં શૂટ કરવામાં આવશે. શાહિદ અને ક્રીતિની સાથે આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાને લેવામાં આવી છે અને હવે ધર્મેન્દ્રની પણ ઍન્ટ્રી થઈ છે. 

ધર્મેન્દ્રએ શાહિદ, ક્રીતિ અને ડિમ્પલની સાથે શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમની હાજરીથી સેટ પર અનોખા ઉત્સાહની અનુભૂતિ થાય છે. ફિલ્મમાં તેમની ભૂમિકા એકદમ અનોખી છે અને તે બાબતે જાણકારી બહાર ન પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. 

હાલમાં ધર્મેન્દ્રનો સિતારો બુલંદ છે. તેઓ એક પછી એક ફિલ્મ સાઈન કરી રહ્યા છે. કરણ જોહરની રૉકી ઓર રાની કી પ્રેમકહાનીમાં તે રણબીર સિંહ, આલિયા ભટ્ટ, જયા બચ્ચન અને શબાના આઝમી સાથે જોવા મળશે. તે ઉપરાંત શ્રીરામ રાઘવનની ઈક્કીસમાં પણ તે હશે. અપને-ટુની વાતચાત ચાલે છે જેમાં તે દીકરા સની અને બૉબી સાથે અભિનય કરશે. આ સિવાય પણ કેટલીક ફિલ્મો માટે વાત ચાલે છે.