• શનિવાર, 02 માર્ચ, 2024

ફિલ્મનું નામ `એનિમલ' રાખવા બાબતે રણબીરે કરી સ્પષ્ટતા

અભિનેત્રી રશ્મિકા મંધાના અને રણબીર કપૂર સ્ટારર `એનિમલ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે એક કાર્યક્રમ દરમિયાન રણબીર કપૂરે ફિલ્મના નામ પાછળનું રહસ્ય છતું કર્યું હતું. તેણે આ અંગે જણાવ્યું હતું કે, ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મનું નામ `એનિમલ' એટલા માટે રાખ્યું હશે કારણ કે તેમાં મારું પાત્ર જનાવર જેવો વ્યવહાર કરે છે. ફિલ્મમાં હું જે પાત્ર ભજવી રહ્યો છું તે શાંતિથી વાત કરતાં નથી જાણતો. 

હંમેશા નાની નાની વાતમાં આવેશમાં આવી જાય છે. આવો વ્યવહાર મનુષ્યનો ન હોઈ શકે તે માટે ફિલ્મનું નામ `એનિમલ' રાખ્યું છે. જ્યારે દર્શકો આ ફિલ્મ જોશે ત્યારે તેમને પણ લાગશે કે ફિલ્મ તેના નામ પર એકદમ બંધ બેસે છે. 

રણબીર અને રશ્મિકા સ્ટારર આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ