• શનિવાર, 02 માર્ચ, 2024

આલિયા ભટ્ટને રોલ મોડેલ માને છે સુહાના ખાન

બૉલીવૂડના કિંગખાન શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ `ધ આર્ચીઝ' થી ફિલ્મોમાં પદાર્પણ કરવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં સુહાના તેના અંગત જીવનને કારણે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. સામાન્યપણે કિંગખાનની દીકરી હોવાથી સુહાના પોતાના પિતાને જ રોલ મોડેલ માનતી હોય એવી ધારણા લોકોએ બનાવી હોય, પણ કાર્યક્રમ દરમિયાન સુહાનાએ અભિનેત્રી આલિયા ભટ્ટને પોતાની રોલ મોડેલ ગણાવીને મન મૂકીને તેની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હું આલિયા ભટ્ટની બહુ મોટી પ્રશંસક છું. 

હું તેમને મારી રોલ મોડેલ માનું છું. આલિયા ભટ્ટ તેમના કપડાં રિપીટ કરે છે તો અમે લોકો પણ કરીએ છીએ. તેમને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે તેમણે પોતાના લગ્નની સાડી પહેરી હતી એ જોઈને મને ખૂબ જ ગમ્યું, જે રીતે પોતાના અંદાજથી ચાહકોને પ્રભાવિત કરે છે એ મને ખૂબ જ ગમે છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ