• શનિવાર, 02 માર્ચ, 2024

રણબીરે ખોલી રશ્મિકા અને વિજયના સંબંધોની પોલ

બૉલીવૂડ અભિનેતા રણબીર કપૂર અને રશ્મિકા મંધાના હાલમાં તેમની ફિલ્મ `એનિમલ'ને લઈને ચર્ચામાં છે ત્યારે એક કાર્યક્રમ દરમિયાન રણબીરે રશ્મિકા અને સાઉથ સ્ટાર અને `અર્જુન રેડ્ડી' ફિલ્મના એક્ટર વિજય દેવરાકોંડાના પ્રેમ સંબંધ વિશે નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે રશ્મિકા અને વિજય એકબીજાના પ્રેમમાં હોવાની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, બંનેએ હજુ આ અંગે જાહેરમાં પ્રતિક્રિયા આપી નથી, પરંતુ રણબીર કપૂરે બંનેના પ્રેમસંબંધોને કન્ફર્મ કર્યા હતા. વાત જાણે એમ છે કે હાલમાં રણબીર અને રશ્મિકા તેમની ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં તે દરમિયાન વિજય દેવરાકોંડા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમના સૂત્રધારે રશ્મિકાને `અર્જુન રેડ્ડી' અને `એનિમલ' ફિલ્મનું પોસ્ટ દેખાડીને બંનેમાંથી એકની પસંદગી કરવા કહ્યું હતું. તે દરમિયાન રણબીર કપૂરે એનિમલના પોસ્ટરને જોઈને કહ્યું રીલ હીરો અને વિજયના પોસ્ટરને જોઈને કહ્યું રિયલ હીરો. આટલું સાંભળીને રશ્મિકા શરમાઈ ગઈ હતી અને જવાબમાં તેણે જણાવ્યું હતું કે, મને આ બંને પોસ્ટર પસંદ છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ