• શનિવાર, 02 માર્ચ, 2024

સલમાન ખાન બન્યો સૌથી મોંઘો હોસ્ટ 

નાના પડદે ડાન્સથી લઈને કોમેડી રિયાલિટી શો ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે ત્યારે `કૌન બનેગા કરોડપતિ' અને `િબગ બૉસ' જેવા રિયાલિટી શોનો દર્શકો દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. આ શોને હોસ્ટ વધુ રસપ્રદ બનાવે છે. દર્શકોનું મનોરંજન પૂરું પાડતા હોસ્ટ અધધધ મહેનતાણું વસૂલે છે. મળતી માહિતી મુજબ `કૌન બનેગા કરોડપતિ' ના એક એપિસોડ માટે અમિતાભ બચ્ચન હાલમાં રૂા. 3.5 કરોડ જેટલી ફી લે છે. `કોમેડી નાઈટ્સ વિથ કપિલ'ને હોસ્ટ કરવા માટે કપિલ શર્મા એક એપિસોડના રૂા. 50 લાખ લેતો હતો. જોકે, સલમાન ખાન ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો હોસ્ટ કહેવાય છે. તે `િબગ બૉસ' હોસ્ટ કરવા માટે એપિસોડદીઠ રૂા. 12.5 કરોડ ચાર્જ કરે છે. નોંધનીય છે કે સલમાને વર્ષ 2010થી `િબગ બૉસ' હોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે તે મહેનતાણા રૂપે રૂા. 2.5 કરોડ લેતો હતો. જોકે, સિઝનની સાથે સલમાને પોતાની ફીઝ વધારી અને હાલમાં તે એક એપિસોડ માટે રૂા. 12.5 કરોડ ચાર્જ કરનારો સૌથી મોંઘો હોસ્ટ સાબિત થયો છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ