• શનિવાર, 02 માર્ચ, 2024

બિગ બીની સંપત્તિમાં શ્વેતા અને અભિષેકનો અડધોઅડધ હિસ્સો

બૉલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. તાજેતરમાં બચ્ચને તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાને તેમનો જુહુ સ્થિત પ્રતીક્ષા બંગલો ભેટમાં આપ્યો હતો. 1564 ચોરસ મીટર એરિયામાં બનેલા બંગલાની કિંમત રૂા. 50 કરોડ આંકવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન પાસે રૂા. 3190 કરોડની સંપત્તિ છે. જલસા બંગલાની કિંમત અંદાજે રૂા. 112 કરોડ છે. આ સિવાય તેમની પાસે જનક અને વત્સ જેવા બંગલા પણ છે. બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પાસે લક્ઝરી કારનું કલેક્શન છે તેની કિંમત રૂા. 260 કરોડ છે. આટલી સંપત્તિ હોવા છતાં દીકરીને રૂા. 50 કરોડનો બંગલો આપ્યા બાદ અમિતાભ બચ્ચન બચેલી તમામ સંપત્તિ અભિષેક બચ્ચનના નામે કરશે? આવા પ્રકારના સવાલો ચર્ચાનો વિષય બન્યા હતા ત્યારે આ અંગે બિગ બીએ પોતે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અભિષેકને સંપૂર્ણ પ્રોપર્ટી નહીં મળે. જે દિવસે અમે હયાત નહીં હોઈએ ત્યારે અમારી સંપત્તિ બંને બાળકોને સમાન હિસ્સે વહેંચાશે. એટલે કે શ્વેતા અને અભિષેકને અમિતાભ બચ્ચનની કુલ પ્રોપર્ટી પૈકી 50-50 ટકા જેટલો હિસ્સો મળશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ