• શનિવાર, 02 માર્ચ, 2024

થેરેપિસ્ટ શોધતા મને ચાર વર્ષ લાગ્યા : ફાતિમા સના શેખ  

બૉલીવૂડના ઘણા સિતારાઓએ અગાઉ માનસિક સ્વાસ્થ્ય અને તેના ઉપચાર અંગે વિશે જાહેરમાં ચર્ચા કરી છે ત્યારે અભિનેત્રી ફાતિમા સના શેખે પણ તેના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક ખુલાસાઓ કર્યા હતા. તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ તેના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો એવું લાગે કે તમે ડિપ્રેશનમાં સરી રહ્યા છો તો ઉપચાર માટે જવામાં શરમ ન રાખવી જોઈએ. ઉપચાર માટે જવું એટલા માટે નથી કે તમે ભાવનાત્મક રીતે નબળા છો, પરંતુ એટલા માટે છે કે થેરેપિસ્ટ તમારી પેટર્નને સમજવામાં મદદ કરે છે. આપણું મન ખૂબ જ જટિલ છે. મેં પોતે ઉપચાર લીધો છે. મેં સેલ્ફ-લવ કર્યો જ નહોતો. જ્યારે મેં થેરેપિસ્ટ પાસે જવાનો નિર્ણય લીધો ત્યારે મને તેને શોધતા ચાર વર્ષ લાગ્યાં. મને એવું લાગતું હતું કે, થેરેપિસ્ટને મારા પ્રોબ્લેમ વિશે કેવી રીતે ખબર હશે. શરૂઆતમાં મદદ લેવી મુશ્કેલ થશે, પરંતુ એ મદદ તમારી જાતને મજબૂત બનાવશે. ઉપચાર બાદ હું મારા પ્રત્યે ખૂબ જ સૌમ્ય છું. પોતાને પ્રેમ કરું છું, ગમતી પ્રવૃત્તિ કરું છું.

Budget 2024 LIVE
હેડલાઇન્સ