• શનિવાર, 02 માર્ચ, 2024

લાઈનમાં ઊભા રહી અલ્લુ અર્જુને કર્યું મતદાન  

તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે સામાન્ય લોકોથી લઈને નેતાઓ અને ફિલ્મી સ્ટાર્સે મતદાન કર્યું હતું અને લોકોને પણ મત આપવા માટે પ્રેરિત કર્યા હતા. દરમિયાન `પુષ્પા' ફિલ્મથી આખી દુનિયામાં લોકપ્રિય થયેલા અભિનેતા અલ્લુ અર્જુને સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. અલ્લુ અર્જુનનો આ કૂલ અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને તેનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ઉપરાંત તેણે પોતાના એક ચાહકને મદદ પણ કરી હતી. સાઉથના સ્ટાઈલિશ સ્ટાર કહેવાતા અલ્લુ અર્જુનના અંદાજને જોઈને સોશિયલ મીડિયા પર લોકો પ્રશંસા કરી રહ્યા છે. કામની વાત કરીએ તો અલ્લુ તેની આગામી ફિલ્મ `પુષ્પા ટુ'ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ