• શનિવાર, 02 માર્ચ, 2024

કૅટરિનાએ વખાણી પતિદેવ વિકીની ઍક્ટિંગ  

બૉલીવૂડ અભિનેતા વિકી કૌશલની બહુચર્ચિત ફિલ્મ `સૅમ બહાદુર' શુક્રવારે રિલીઝ થઈ હતી અને દર્શકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ વિકીની પત્ની અને અભિનેત્રી કૅટરિના કૅફે જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિકીની ફિલ્મનું પોસ્ટર શૅર કરીને લાંબીલચક પોસ્ટ લખીને વિકીના કામની મન મૂકીને પ્રશંસા કરી હતી. કૅટરિનાએ લખ્યું હતું કે, `સૅમ બહાદુર' એ મેઘના ગુલઝારની ક્લાસિક ફિલ્મોમાંની એક સાબિત થઈ છે. આ ફિલ્મ અમને બીજા યુગમાં લઈ જાય છે. વિકીએ દરેક સીનમાં સૅમ બહાદુરની વાર્તાને દર્શાવવા માટે જે લેવલનું પરફોર્મન્સ આપ્યો છે એ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂપેરી પડદે તમારી ચમક જોઈને મને ગર્વની અનુભૂતિ થઈ રહી છે. 

છેલ્લા એક વર્ષથી હું તમને આ ફિલ્મ માટે મહેનત કરતાં જોઈ રહી છું અને ઈતિહાસમાં તમારું આ કામ યાદ કરાશે. કૅટરિનાની પ્રશંસા કર્યા બાદ વિકીએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, તમે મારી સુપરપૉવર છો. બંને વચ્ચે થયેલી આ ચૅટ સોશિયલ મીડિયા પર ચાહકોનાં દિલ જીતી રહી છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ