• શનિવાર, 02 માર્ચ, 2024

ગણતંત્ર દિવસે ફાઈટર સાથે રિલીઝ થશે `બડે મિયાં છોટે મિયાં'નું ટ્રેલર

બૉલીવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમાર તેની આગામી પૉવર પૅક એક્શન ફિલ્મ `બડે મિયાં છોટે મિયાં'માં ટાઈગર શ્રોફ સાથે મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી મુજબ અલી અબ્બાઝ ઝફર ફિલ્મમ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આવતા વર્ષે ગણતંત્ર દિને ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે. આ ટીઝર અભિનેતા ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર `ફાઈટર' ફિલ્મની રિલીઝ દરમિયાન થિયેટરમાં દર્શાવવામાં આવશે આ અંગે થિયેટરના માલિકો સાથે ડીલ ફાઈનલ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની એક્શનથી ભરપૂર ફિલ્મ `બડે મિયાં છોટે મિયાં' આવતા વર્ષે ઈદના દિવસે રિલીઝ થશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ