• શનિવાર, 02 માર્ચ, 2024

જેકી શ્રોફ-નીના ગુપ્તાની ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે

બૉલીવૂડમાં દાદાના નામે જાણીતા અભિનેતા જેકી શ્રોફ લાંબા સમય બાદ ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહ્યા છે. તેઓ ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી ફિલ્મ `મસ્ત મેં રહેને કા' ફિલ્મમાં અભિનેત્રી નીના ગુપ્તા સાથે જોવા મળશે. સુખી અને તણાવમુક્ત જીવન જીવવાની શીખ આપતી આ ફિલ્મમાં જગ્ગુ દાદા અને નીના ગુપ્તાની કેમિસ્ટ્રી અને હળવી ફૂલ કૉમેડી કરતાં જોવા મળશે. જીવનમાં બનતી એક ઘટના આખું જીવન કેવી રીતે બદલી નાખે છે અને તેના પર આધારિત આ ફિલ્મમાં જેકી શ્રોફ અને નીના ગુપ્તા ઉપરાંત રાખી સાવંત, મોનિકા પનવાર અને અભિષેક ચૌહાણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આઠમી ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ વીડિયો પર 240થી વધુ દેશોમાં રિલીઝ થનારી ફિલ્મનું દિગ્દર્શન, નિર્માણ અને લેખન વિજય મૌર્યએ કર્યું છે. 

જેકી શ્રોફે આ અંગે જણાવ્યું હતું કે, એક કલાકાર તરીકે મારી સ્ટ્રેન્થને વધુ મજબૂત કરે એવા પાત્રો ભજવવાનું હું પસંદ કરું છું. મારા જીવનમાં મેં ભજવેલા પાત્રો વિશેષ મહત્ત્વ ધરાવે છે. મેં જ્યારે `મસ્ત મેં રહેને કા' ફિલ્મની ક્રિપ્ટ વાંચી તો હું ખુશ થઈ ગયો. સામાન્ય કરતાં તદ્દન જુદી વાર્તા ધરાવતી ફિલ્મમાં કામ કરીને પણ મજા પડી.

ફિલ્મ વિશે નીના ગુપ્તાએ પણ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પોતાના હિસાબે જીવવા માગે છે, પરંતુ બધુ ધાર્યા મુજબ થતું નથી. હું આ ફિલ્મની કથાથી પ્રભાવિત થઈ અને આ પાત્રને ઓનક્રીન ભજવવાની ઈચ્છા થઈ હતી. મારા ફ્રેન્ડ જેકી સાથે આ પ્રોજેક્ટમાં કામ કરવું વધુ ખાસ બની ગયું હતું.

Budget 2024 LIVE
હેડલાઇન્સ