• શનિવાર, 02 માર્ચ, 2024

`િસંઘમ અગેઈન'ના સેટ પર અજય દેવગણ ઈજાગ્રસ્ત

`િસંઘમ', `દૃશ્યમ' અને `તાન્હાજી' જેવી ફિલ્મોમાં પાવરપૅક પર્ફોર્મન્સ આપી ચૂકેલા બૉલીવૂડ અભિનેતા અજય દેવગણ હાલમાં રોહિત શેટ્ટીની `િસંઘમ'ની સિક્વલ `િસંઘમ અગેઈન'માં જોવા મળશે. જોકે, સેટ પર એક ઍક્શન સીનના શૂટિંગ દરમિયાન અજયને ઈજા પહોંચી હતી. દિગ્દર્શક રોહિત શેટ્ટીએ તાત્કાલિક શૂટિંગ અટકાવી દીધું હતું. અજયને આંખમાં ઈજા પહોંચી હતી અને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાયાના થોડા સમય બાદ શૂટિંગ ફરી શરૂ કરાયું હતું. `િસંઘમ અગેઈન'માં કરિના કપૂર ખાન, દીપિકા પદુકોણ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને રણવીર સિંહ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ મલ્ટિસ્ટારર ફિલ્મ વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં રિલીઝ કરવાનો નિર્ણય નિર્માતાઓએ લીધો છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ