• શનિવાર, 02 માર્ચ, 2024

નીરજામાં મારા પાત્રનો અંત કથાનો ભાગ: સ્નેહા વાઘ

`એક વીર કી અરદાસ વીરા,' `ચંદ્રગુપ્ત મૌર્ય' અને `હનુમાન' જેવી સિરિયલોમાં પડકારજનક પાત્રો ભજવનારી ટીવી અભિનેત્રી સ્નેહા વાઘ હાલમાં નીરજા સિરિયલમાં પ્રોતિમાનું પાત્ર ભજવીને ચોમેર પ્રશંસા મેળવી રહી છે. ટીઆરપી માટે `નીરજા' સિરિયલના નિર્માતાઓ કથામાં નવા અને મોટા વળાંકો લાવવા માટે પ્રોતિમાના પાત્રનો અંત લાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, બીજી બાજુ સ્નેહા આ શૉને અલવિદા કહી રહી હોવાની અફવા વહેતી થઈ છે. 

સ્નેહાએ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મને જે સિરિયલમાં આટલું સારું અને રસપ્રદ પાત્ર મળ્યું છે અને દર્શકો પણ આ પાત્રને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો મારો શૉ છોડવાનો સવાલ જ ઊભો નથી થતો. જોકે, મેકર્સ નીરજાના પાત્રને વધુ મજબૂત દર્શાવવા માટે તેની સપોર્ટ સિસ્ટમ ગણાતી માતા એટલે કે પ્રોતિમાના પાત્રનો ધ ઍન્ડ કરવાનો નિર્ણય લીધો છે. માતાના સાથ વગર જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા નીરજા શું કરશે એ એંગલથી કથાને વળાંક આપવામાં આવશે. સિરિયલમાંથી મારી વિદાય એ સ્ટોરીલાઈનનો ભાગ છે. મને અત્યાર સુધી મળેલા તમામ પાત્રોને ન્યાય આપવા માટે 200 ટકા મહેનત કરી છે અને દર્શકોએ એ તમામ પાત્રો માટે પ્રેમ વરસાવ્યો છે અને એ મારા માટે એક આશીર્વાદ સમાન છે. આ બાબતે પોતાને ભાગ્યશાળી માનું છું. નીરજામાં મારા પાત્રનો અંત થયા બાદ હું નવું કામ શોધીશ પણ એ પહેલા મારા પરિવાર અને પોતાની જાત માટે થોડો સમય કાઢીશ. સ્વભાવે હું વર્કોહોલિક છું તો કૅમેરાથી દૂર નહીં રહી શકું. જો મને કોઈ સાર, રસપ્રદ અને પડકારજનક પાત્રની ઓફર થશે તો હું મારા દર્શકો માટે કમબૅક જરૂર કરીશ.

Budget 2024 LIVE
હેડલાઇન્સ