• શનિવાર, 13 એપ્રિલ, 2024

મુખ્ય પ્રધાન રાહત ભંડોળ દ્વારા દર્દીઓને રૂા. 200 કરોડની સહાય  

મુંબઈ, તા. 29 : મુખ્ય પ્રધાન તબીબી રાહત ભંડોળ દ્વારા ગંભીર રોગથી પીડિત દર્દીઓને છેલ્લા 20 મહિનામાં રૂા. 200 કરોડની સહાય કરવામાં આવી છે. સહાયથી 25,000થી વધુ દર્દીઓના જીવ બચાવી શકાયા છે. મુખ્ય પ્રધાન રાહત નિધિમાંથી મદદ મેળવવા માટે મંત્રાલયમાં જવાની પણ જરૂર નથી. દર્દી માટે આર્થિક સહાય મેળવવાની પ્રક્રિયા પૂર્ણપણે નિ:શુલ્ક છે. સહાય મેળવવા માટે 8650567567 ટોલ ફ્રી નંબર પર કૉલ કરીને સીધી પોતાના મોબાઈલ પર અરજી મેળવવી અને જાતે અરજી કરવી. પૂર્ણપણે અૉનલાઈન પ્રક્રિયા દ્વારા તબીબી મદદ મળતી હોવાનું મુખ્ય પ્રધાન તબીબી રાહત ભંડોળ એકમના અધ્યક્ષ મંગેશ ચિવટેએ જણાવ્યું છે. યોજના દ્વારા જરૂરિયાતમંદોને ગંભીર રોગોની સારવાર અને મોંઘી શસ્રક્રિયા માટે આર્થિક સહાય સીધી પહોંચાડવામાં આવે છે. મુખ્ય પ્રધાન કાર્યાલયમાં આવેલો એક પણ દર્દી મદદ વગર વંચિત રહે નહીં એનું ધ્યાન રાખવાનો આદેશ મુખ્ય પ્રધાને આપ્યો છે. 

મુખ્ય પ્રધાન તબીબી રાહત ભંડોળ વિભાગ દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં 25,000 કરતાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓને રૂા. 200 કરોડ કરતાં વધુની આર્થિક સહાયનું વિતરણ કરાયું છે. એમાં એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, કૅન્સર સંબંધિત શસ્રક્રિયા, કેમોથેરપી, ડાયાલિસિસ, જન્મજાત મૂકબધિર બાળકો માટે કૉક્લિયર ઈમ્પ્લાન્ટ શસ્રક્રિયા, તમામ પ્રકારની અવયવ પ્રત્યારોપણ શસ્રક્રિયા, માર્ગ અકસ્માત, જન્મજાત ખામી ધરાવતાં બાળકોના હૃદયની શસ્રક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ