• શનિવાર, 13 એપ્રિલ, 2024

પ્રવાસી ઍરક્રાફટના સ્લોટ પર 70 ટકા ચાર્ટર્ડ ફ્લાઈટસની તરાપ  

મુંબઈ, તા. 29 : સરકાર ``સુધારણા માટે'' અર્લી બર્ડ ફ્લાઈટસને લક્ષ્ય બનાવી રહી છે અને ઍરલાઈન્સને ફાળવેલા સ્લોટનું પાલન કરવાનું જણાવ્યું છે. 16થી 24 ફેબ્રુઆરી સુધીમાં મુંબઈ ઍરપોર્ટે 4337 આગમનને (ફ્લાઈટના ઍરાઈવલ્સ)ને સંભાળ્યા જેમાંથી 570 અથવા 13 ટકા સમયપત્રક પહેલાં પહોંચી અને ફ્લાઈટના ટેકઓફમાં વિલંબ થયો તેની તુલનામાં ગયા વર્ષથી લેવામાં આવેલા નમૂનાના સમયગાળા દરમિયાન 34 ટકા ફ્લાઈટસ સમયપત્રક પહેલાં આવી હતી.

અગાઉ સરકારનું ધ્યાન મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યા પર હતું. 15 ફેબ્રુઆરીએ તેણે ઍરપોર્ટના અૉપરેટરને વધારાના સ્લોટ આપવા બદલ ઠપકો આપ્યો અને ફ્લાઈટની સમય પાબંદી સુધારવા માટે દરરોજ લગભગ 40 ફ્લાઈટ ઘટાડવાનો આદેશ આપ્યો હતો.અન્ય તમામ પરિબળો કે જે ઍરપોર્ટ પર ફ્લાઈટ કામગીરીને અસર કરે છે - જેમ કે નબળું ટેક્સીવે નેટવર્ક, ઍરક્રાફટ પાર્કિંગ બેઝની અછત અને ઍર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) પર અૉટોમેશન સમસ્યાઓ - તેને ઉકેલવામાં બે વર્ષ જેટલો સમય લાગશે, પરંતુ ઉડ્ડયન અધિકારીએ જણાવ્યું હતું કે, ફલાઈટની સમયની પાબંદી સુધારવા માટે સ્લોટ વોલ્યુમ્સ અને સ્લોટ શિસ્તની તપાસ કરી શકાય છે.

મુસાફરો માટે મોટો પ્રશ્ન છે કે તેમની ફ્લાઈટ સમયસર ઊપડવાની સંભાવના કેટલી છે?

`ચાર્ટર ફલાઈટસ સૌથી ખરાબ અપરાધીઓ છે. માત્ર 30 ટકા સમયસર પહોંચે છે. બાકીની 70 ટકા ચાર્ટર ફલાઈટસ અન્ય ફ્લાઈટસના સ્લોટ પર અતિક્રમણ કરે છે,' એમ એએઆઈના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈ ઍરપોર્ટ પર સમયની પાબંદી માત્ર સ્લોટ શિસ્ત અને સ્લોટ વોલ્યુમ તપાસ દ્વારા સુધારી શકાય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, બેંગલુરુ અને દિલ્હીથી મુંબઈ આવતી ફ્લાઈટસ વિલંબના સંદર્ભમાં સૌથી ખરાબ છે, પરંતુ દિલ્હી અને બેંગલુરુ માટેના ઓટીપી ડેટા પર મુંબઈ જેટલી અસર થતી નથી. કારણ કે ઍરપોર્ટ્સ સમાંતર રનવે અને વધુ સારા ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ