• શનિવાર, 13 એપ્રિલ, 2024

વ્હીલચૅરના અભાવે વૃદ્ધનાં મોત બાદ ઍર ઇન્ડિયાને રૂા. 30 લાખનો દંડ  

મુંબઈ, તા. 29 : મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર 80 વર્ષના એક પ્રવાસીનું ઇમિગ્રેશન કાઉન્ટર પાસે મૃત્યુ થયું હતું. પ્રવાસીએ ઍર ઇન્ડિયા વિમાનમાં વ્હીલચૅર પેસેન્જર તરીકે બુકિંગ કરાવ્યું હતું, પરંતુ વ્હીલચૅર મળી હોવાથી મૃત્યુ થયું હતું. પ્રકરણમાં ડીજીસીએ ઍર ઇન્ડિયાને રૂા. 30 લાખનો દંડ ફટકાર્યો હતો. 16 ફેબ્રુઆરીના રોજ એક પ્રવાસી પોતાની પત્ની સાથે ન્યૂ યોર્કથી બુકિંગ કરાવ્યું હતું. બપોરે 11.30 વાગે આવનારી ફ્લાઇટ બપોરે 2.10 વાગે આવી. ફ્લાઇટમાં 32 પ્રવાસીઓને વ્હીલચૅરની ગરજ હતી. ઍર ઇન્ડિયા પાસે માત્ર 15 વ્હીલચૅર હતી. 

ઍરપોર્ટ પર વ્હીલચૅર હોવાથી એમને એક વ્હીલચૅર આસિસ્ટંટ મળ્યો. વૃદ્ધ પુરુષે પોતાની પત્નીને વ્હીલચૅર પર બેસાડી અને 1.5 કિલોમીટર ચાલીને ઇમિગ્રેશન કાઉન્ટર પાસે પહોંચ્યો. હાર્ટ એટેકને કારણે એમનું નિધન થયું હતું. મનુભાઈ પટેલ એનઆરઆઇ હતા. વ્હીલચૅરની વધુ માગ હોવાને કારણે પ્રવાસીને વ્હીલચૅર આસિસ્ટંટ મળે ત્યાં સુધી રાહ જોવાનું વિનંતી કરવામાં આવી હતી, પરંતુ એમણે પત્ની સાથે ચાલવાનો વિકલ્પ પંસદ કર્યો હતો. નિયમમુજબ ગરજ પડે એટલી વ્હીલચૅર ઉપલબ્ધ કરાવવાની જવાબદારી વિમાન કંપનીની છે. નિયમનો ઉલ્લંઘન કરવાનો ઠપકો પણ ઍર ઇન્ડિયાને દંડની સાથે આપવામાં આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ