• શનિવાર, 13 એપ્રિલ, 2024

સમૃદ્ધ રાજ્ય મહારાષ્ટ્રમાં વધી રહેલા સિકલ સેલ એનેમિયાના કેસ  

મુંબઈ, તા. 29 : ભારતનું સમૃદ્ધ રાજ્ય મહારાષ્ટ્ર હાલ સિકલ સેલ એનેમિયા (એસસીએ)ના ત્રીજા સૌથી વધુ કેસ ધરાવવાના પડકારનો સામનો કરી રહ્યું છે. રોગ મુખ્યત્વે આદિવાસી વસ્તીને પ્રભાવિત કરી રહ્યો છે. 2047 સુધીમાં રોગને નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ હોવા છતાં રાજ્ય અપૂરતા આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સામનો કરી રહ્યું છે. 26 જિલ્લા કે જ્યાં રક્ત સંબંધી વિકૃતિ પ્રવર્તી રહી છે ત્યાં દર્દીઓને સારવારની તાતી જરૂર પડી રહી છે અને રોગને કારણે વિકૃતિઓના ખતરા ઉપરાંત દર્દીઓના જીવન સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે.

2047 સુધીમાં નેશનલ સિકલ સેલ એનેમિયા એલીમીનેશન મીશનની સાથે કદમ મિલાવવા દર્દીઓ અને ડૉક્ટરોએ રાજ્યમાં આરોગ્ય માળખાને સુધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

રક્ત વિકૃતિ સાથે જીવી રહેલા ગઢચિરોલીના મનોજ રામકૃષ્ણ રામટકે (31)ને ઘટેલા રક્તાભિમસરણના કારણે થાપાના સાંધામાં ઓસ્ટીઓનેક્રોસીસની સમસ્યા ઊભી થઈ છે અને તેને કારણે હાડકાના ટીસ્યુને નુકસાન પહોંચ્યું છે. તેની હાલત એટલી ગંભીર છે કે તે ચાલી શકતો નથી, તેને ઉઠાવીને લઈ જવો પડે છે. અનુભવી ઓર્થોપેડિક સર્જનની ગેરહાજરીમાં તેને ઘૂંટણના રીપ્લેસમેન્ટની શત્રક્રિયા માટે નાગપુરની એઈમ્સ ખાતે ભરતી થવાનું સૂચવવામાં આવ્યું છે.

``ખાનગી હૉસ્પિટોલમાં મારી સારવાર પાછળ મારા પરિવારે રૂપિયા એક લાખનો ખર્ચ કરી દીધો છે. હું કિશોરાવસ્થાથી રોગથી પીડાઈ રહ્યો હોવાથી દર્દને કારણે મારે શાળાનો અભ્યાસ પડતો મૂકવો પડયો હતો,'' એમ મનોજે જણાવ્યું હતું.મનોજનો એકમાત્ર કેસ નથી રોગથી પીડાતા દર્દીઓ અંગો નિષ્ફળ જવાના ખતરાનો સામનો કરી રહ્યા છે અને તેમને દૂરની જિલ્લા અને શહેરોની હૉસ્પિટલોમાં દાખલ થવાનું સૂચવવામાં આવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ