• શનિવાર, 13 એપ્રિલ, 2024

કેન્દ્રના ફેક્ટ ચેક યુનિટ પર સ્ટે માટેની અરજીઓની હાઈ કોર્ટ દ્વારા સુનાવણી  

મુંબઈ, તા. 29 : બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ . એસ. ચંદુરકરે સરકારને તેની કાર્યવાહી સંબંધમાં બનાવટી, ફેક કે ગેરમાર્ગે દોરતા અૉનલાઈન કન્ટેન્ટ (સામગ્રી)ની ટીકા કરવાની સત્તા આપતા નવા આઈટી નિયમોની કાયદેસરતા પર નિર્ણય લેવાય ત્યાં સુધી કેન્દ્રના ફેક્ટ ચેક યુનિટ (એફસીયુ) પર સ્ટે માટેની અરજીઓની સુનાવણી બુધવારે શરૂ કરી હતી. 31મી જાન્યુઆરીના રોજ બે જજની બેન્ચે કેસમાં વિભાજિત ચુકાદો આપ્યા બાદ મામલો ત્રીજા ન્યાયાધીશ જસ્ટિસ ચંદુરકરને મોકલવામાં આવ્યો હતો.

જસ્ટિસ . એસ. ચંદુરકર સમક્ષ વિગતવાર રજૂઆતમાં મૂળ અરજદાર સ્ટેન્ડ-અપ કૉમેડીયન કુણાલ કામરાનું પ્રતિનિધિત્વ કરતાં ઍડવોકેટ નવરોઝ સીરવાઈએ જણાવ્યું હતું કે, એફસીયુ જનતા પર તેમ લોકશાહીની ભાવના પર અસર કરે છે. સીરવાઈએ કહ્યું હતું કે, નિયમ, દેખીતી રીતે વચેટિયાઓ માટે છે અને ઈન્ટરનેટ પર વપરાશકર્તાઓની વાણી સ્વતંત્રતાને સીધી અસર કરે છે.

સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક સરકાર પોતે હોઈ શકે છે અને હોવી જોઈએ. જ્યારે નાગરિકોને મંતવ્યો આપવાનો અધિકાર છે ત્યારે સરકાર શા માટે તેની સંસ્થા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી) દ્વારા કરવામાં આવતી હકીકતની તપાસને પર્યાપ્ત માનતી નથી એવો સવાલ સીરવાઈએ કર્યો હતો.સીરવાઈએ કહ્યું હતું કે, ` નિયમનું ગુનાહિત કાયદાના ક્ષેત્રમાં પરિણામ' છે અને કોઈ મધ્યસ્થી સરકાર સામે તલવાર ખેંચશે નહીં અને તેથી તે સ્વ સેન્સરશિપ તરફ દોરી જશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ