• શનિવાર, 13 એપ્રિલ, 2024

31મી માર્ચ સુધીમાં પ્રૉપર્ટી ટૅક્સ નહીં ભરાય તો બે ટકાના દરે વ્યાજ ભરવું પડશે  

ભૂલ પાલિકાની, દંડ મુંબઈગરાને

મુંબઈ, તા. 29 : પાલિકાએ નાણાકીય વર્ષ 2023-24નો પ્રોપર્ટી ટૅક્સ ભરવા માટે ફેબ્રુઆરી મહિનાની આખરથી બિલ મોકલવાનું શરૂ ર્ક્યું છે. વિશેષ કે વર્ષે મુંબઈગરાને સંપૂર્ણ વર્ષનું બિલ એકસાથે મોકલવામાં આવી રહ્યું છે અને બિલ ભરવા માટે ફક્ત એક મહિનાની મુદત આપવામાં આવી રહી છે. આપેલી  મુદતમાં બિલ ભરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી એમણે ટૅક્સની કુલ રકમ પર બે ટકા વ્યાજ ભરવું પડશે. પાલિકાના વલણનો કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ વિરોધ ર્ક્યો છે. તમામ પક્ષના નેતાઓનું કહેવું છે કે પાલિકાની ભૂલની સજા મુંબઈગરાને શા માટે મળવી જોઈએ? 

પાલિકાએ વર્તમાન નાણાકીય વર્ષમાં રૂા. 4500 કરોડનો પ્રોપર્ટી ટૅક્સ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ અત્યાર સુધી ફક્ત 800 કરોડ રૂપિયા વસૂલ કરી શકી છે. લક્ષ્ય પૂરું કરવા માટે પાલિકાએ એક મહિનામાં રૂા. 3700 કરોડ વસૂલ કરવાના છે. પાલિકાએ ગયા વર્ષે રેડીરેકનરના દરે પ્રોપર્ટી ટૅક્સ વધારીને બિલ મોકલવાનું શરૂ ર્ક્યું હતું. પરંતુ ભારે વિરોધ બાદ સરકારે પાલિકાના પ્રસ્તાવને અટકાવી દીધો હતો. આથી પાલિકા પ્રોપર્ટી ટૅક્સના બિલ મોકલાવી શકી નહોતી. સામાન્ય રીતે પ્રોપર્ટી ટૅક્સનું બિલ વર્ષમાં બેવાર મોકલવામાં આવે છે. ભાજપના નેતા વિનોદ મિશ્રાએ જણાવ્યું કે પાલિકાએ સમયસર બિલ મોકલવું જોઈતું હતું. પરંતુ એમ થયું નહીં હોવાથી લોકોને બિલ ભરવા માટે વધારાનો સમય મળવો જોઈએ. લોકો પાસેથી બે ટકા વ્યાજ નહીં લેવું જોઈએ એવી અમારી માગણી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ