• શનિવાર, 13 એપ્રિલ, 2024

મુંબઈ, થાણે, પુણેવાસીઓને સોસાયટીઓમાં જ મતદાનની સુવિધા  

મુંબઈ, તા. 29 : અત્યાર સુધી સ્કૂલ, ગ્રામપંચાયતોના કાર્યાલય અથવા અન્ય સરકારી ઈમારતોમાં મતદાન કેન્દ્ર ખોલવામાં આવતાં હતાં. આગામી લોકસભા ચૂંટણીમાં પહેલીવાર હાઉસિંગ કૉલોનીઓમાં મતદાન કેન્દ્રો શરૂ કરવામાં આવશે. પુણે શહેર, મુંબઈ શહેર અને ઉપનગર તથા થાણેમાં મોટી હાઉસિંગ કૉલોનીઓમાં મતદાન કેન્દ્ર શરૂ કરાશે. શહેર વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ વધે માટે વખતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે.

લોકસભા અને વિધાનસભાની જાહેર ચૂંટણીઓમાં શહેર વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ ઓછું એટલે કે લગભગ 50 ટકાની આસપાસ હોય છે. વિસ્તારોમાં મતદાન વધે અને મતદારોના ઘર નજીક મતદાન કેન્દ્ર હોય તો તેઓ મતદાન કરશે, એવી આશાથી ચૂંટણી પંચે મોટી હાઉસિંગ સોસાયટીઓમાં મતદાન કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે. મતદારોને મતદાન કેન્દ્ર સુધી ખેંચી લાવવા ચૂંટણી પંચ વિવિધ કાર્યક્રમ, યોજના, સ્પર્ધાનું આયોજન પણ કરતું હોય છે. ઘરથી બે કિલોમીટરની અંદર મતદાન કેન્દ્ર શરૂ કરીને ત્યાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. જોકે, શહેરી મતદારો મતદાન પ્રત્યેનો નિરુત્સાહ દેખાઈ આવે છે. સુશિક્ષિત મતદારો મતદાનના દિવસે રજા હોવાથી બહાર ફરવા જવાનું પસંદ કરે છે. આથી તેમને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ જણાવ્યું કે, સામાન્ય રીતે 1000 કરતાં વધુ સભ્ય સંખ્યા ધરાવતી સોસાયટીઓમાં મતદાન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે. રાજ્યમાં પ્રકારનાં 150 મતદાન કેન્દ્ર હશે. એમાંથી મુંબઈમાં 61, પુણે અને થાણેમાં દરેકમાં 36 અને મુંબઈ ઉપનગરમાં 16 મતદાન કેન્દ્ર હશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ