• શનિવાર, 13 એપ્રિલ, 2024

દૂષિત પાણીના કચરામાંથી ઊર્જા નિર્માણ કરવાનો પ્રયત્ન  

મુંબઈ, તા. 29 : દૂષિત પાણી પ્રક્રિયા કેન્દ્ર (સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-એસટીપી)માંથી બહાર પડનારાં પાણીનો ફરી ઉપયોગ અને એમાંથી નીકળતા ગાળ-કચરામાંથી ઊર્જા નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. એસટીપીના નિર્માણ અને સંચાલન તથા ઊર્જા નિર્માણ માટે બજેટમાં લગભગ રૂા. 5000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈના નાગરિકોને 100 ટકા મલનિસારણની સુવિધા ઉપલબ્ધ કરી આપવા માટે એસટીપી કેન્દ્રોનું નિર્માણ થઇ રહ્યું છે. માટે વર્તમાનમાં પાલિકાની 2061.07 કિ.મી.ની પાઈપલાઈનો કાર્યરત છે. દ્વારા મુંબઈના કુલ 75.15 ટકા ક્ષેત્રફળને અને 77.80 ટકા વસ્તીને સુવિધા પૂરી પાડવામાં આવે છે. એમાંથી નીકળતું પાણી પ્રક્રિયા કરીને દરિયામાં છોડવા માટે ગ્રીન ટ્રિબ્યુનલે પાલિકાને દંડ ફટકારીને વહેલી તકે દૂષિત પાણી પ્રક્રિયા કેન્દ્ર બાંધવાનું કહ્યું હતું. 

મુજબ દૂષિત પાણી પર પ્રક્રિયા કરવા માટે વરલી, બાન્દ્રા, ધારાવી, વર્સોવા, મલાડ, ભાંડુપ અને ઘાટકોપર સાત જગ્યાએ એસટીપી ઊભા કરવામાં આવશે. પ્લાન્ટ તૈયાર થયા બાદ એમાંથી મોટા પ્રમાણમાં ગાળ નીકળશે. ગાળમાંથી નિર્માણ થનારા ગૅસમાંથી ઊર્જા નિર્માણ કરવાનું આયોજન છે. વર્તમાનમાં એસટીપીની રૂપરેખા, નિર્માણ અને સંચાલનના કામ પ્રગતિમાં છે. સાત એસટીપીની દ્વિતીય સ્તર પ્રક્રિયા ક્ષમતા દૈનિક 2464 એમએલડી લિટર જેટલી હશે. એમાંથી 50 ટકા એટલે કે દૈનિક 1233 એમએલડી લિટર પાણી પર તૃતીય સ્તર પ્રક્રિયા કરવામાં આવશે. 

મુંબઈમાં દરરોજ લગભગ 1400 એમએલડી લિટર દૂષિત પાણી પર પ્રક્રિયા કરીને દરિયામાં છોડવામાં આવતું હોવાનું કહેવાય છે. પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં કચરો જમા થાય છે. પાલિકા નવા મોટા પ્લાન્ટ શરૂ કરશે ત્યારે દ્વારા કેટલાય ટન કચરો જમા થવાની શક્યતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ